ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી કુદરતી ત્વચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 12:47:05
  • Views : 474
  • Modified Date : 2019-11-05 12:47:05

ભારતીય  વૈજ્ઞાનિકની આગેવાની હેઠળના સંશોધનકર્તાએ બનાવેલી ચામડી જેવી ચામડી બનાવી હતી.જે ચામડી આગમાં દાઝી જનારા લોકોને હવે એમની અસલ ચામડી જેવી ચામડી મળી શકશે.જે ચામડીના  રંગ,રૂપ તથા કાર્યવાહી ચામડી જેવાં હશે. આ ટીમે રક્તવાહિની સાથે જોડાયેલી  થ્રીડી પ્રિન્ટ ટેક્નોલોજી દ્વારા ચામડી બનાવવાની ટેક્નિક વિકસાવી હતી.તેમાં અમેરિકાની ન્યૂયોર્કની રેન્નસિલર પોલીટેક્નિક ઇન્સ્ટીટ્યુટ અને યેલ સ્કૂલ ઑફ મેડિસિન દ્વારા  સંશોધન હાથ ધરાયું હતું. આ વિજ્ઞાનીઓએ માનવ રક્તવાહિનીમાંથી મળતા કોષો અને પ્રાણી પદાર્થ દ્વારા કુદરતી ત્વચા જેવી પ્રિન્ટ તૈયાર કરી હતી. થોડાં સપ્તાહો બાદ આ પ્રિન્ટ કુદરતી ત્વચા અને રક્તવાહિની જેવી બની ગઇ હતી. જે ત્યારબાદ મૂષક પર અજમાવવામાં આવી હતી. લેબોરેટરીમાં તૈયાર કરાયેલી આ રક્તવાહિની મુષકની કુદરતી રક્તવાહિની સાથે ભળીને એક થઇ ગઇ હતી. ઇન્ટરનેશનલ પ્રકાશન ટિશ્યૂ એંજિનિયરીંગ પાર્ટમાં  આ સંશોધન પ્રગટ થયું હતું. આ સંશોધન  સિદ્ધિ સમાન છે. જે ગંભીર અકસ્માત કે આગનો ભોગ બનેલા લોકો માટે આ ચામડી વરદાનરૂપ સાબિત થશે.


Download Our B K News Today App



Related News