ભારતીય મૂળની સ્વાતિએ મંગળ પર પર્સીવરેન્સ રોવરના લેન્ડિંગમાં મહત્વની જવાબદારી સંભાળી, ગ્રહ પર જીવનની શકયતા શોધશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-19 14:03:32
  • Views : 370
  • Modified Date : 2021-02-19 14:03:32

    અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું પર્સીવરેન્સ માર્સ રોવર((Perseverance Rover) ગુરુવારે મંગળ(Mars) પર જીવનની શોધમાટે ઉતર્યું છે. તેણે ભારતીય સમય અનુસાર ગુરુવારે અને શુક્રવાર દરમિયાન રાતે લગભગ બે વાગ્યે માર્સની સૌથી ખતરનાક ધરી જજીરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું. આ ધરી પર ક્યારેક પાણી હતું. નાસાએ દાવો કર્યો છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં રોવરનું માર્સ પર સૌથી ચોક્કસ લેન્ડિંગ છે. પર્સીવરેન્સ રોવર મંગળ પરથી પહાડોના નમૂના પણ લઈને આવશે. રોવરનું લેન્ડિંગ ભારતીય મૂળની સ્વાતિ મોહને સંભાળ્યું હતું.

    અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા(NASA)ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)માં માર્સ પર્સિવરેન્સ રોવર મિશનના લેન્ડિંગ દરમિયાન એક મહિલા સતત સમગ્ર વિશ્વને રોવરની સ્થિતિ વિશે જણાવી રહી હતી. આ મહિલા ભારતીય મૂળની અમેરિકાની વૈજ્ઞાનિક સ્વાતિ મોહન છે. આ મહિલાએ માર્સ પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર ઉતારવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવી છે.

    સ્વાતિ મોહન માર્સ પર્સિવરેન્સ રોવર મિશનનો હિસ્સો વર્ષ 2013થી છે. સ્વાતિ જ્યારે એક વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા શિફ્ટ થયા. સ્વાતિ મોહને વોશિંગ્ટન ડીસીની નોર્ધન વર્જિનિયા વિસ્તારમાં આવેલી હેફીલ્ડ હાઈસ્કુલમાંથી પ્રાઈમરી એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે. સ્વાતિ મોહને કોર્નેલ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બીએસ કર્યું છે. જે પછી તેમણે MS અને Ph.dમાંથી કર્યું છે. અહીં પણ તેમનો વિષય એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સ હતો.

    6 પૈડા વાળુ રોબટ સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની યાત્રા પુરી કરીને ઝડપથી પોતાના લક્ષ્યની નજીક પહોંચ્યું. અંતિમ સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક રહી. તે સમયે તે માત્ર 7 મિનિટ 12 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિથી આવ્યું. તે પછી લેન્ડિંગ થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તેમની ઓફિસમાં આ લેન્ડિંગ જોયું.પર્સીવરેન્સ માર્સ રોવર અને ઈન્જીન્યુટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર કાર્બનડાયોઓક્સાઈડથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે. તે જમીનની નીચે જીવન સંકેતો સિવાય પાણીની શોધ અને તેને સંબંધિત તપાસ પણ કરશે. તેનુું માર્સ એનવાયર્નમેન્ટલ ડાયનામિક્સ એનાલાઈઝર(MEDA) મંગળ ગ્રહના વાતાવરણનું અધ્યયન કરશે.

    નાસાએ ઝઝીરો ક્રેટરને જ રોવરનું ટચડાઉન ઝોન બનાવ્યું હતું. રોબટે અહીં જ લેન્ડ કર્યું. હવે તે સેટેલાઈટ કેમેરા દ્વારા સંપૂર્ણ માહિતી મેળવશે અને પછી તેને નાસાને મોકલશે. આ મિશન અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ રોબોટિક એક્સપ્લોરર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જજીરો ક્રેટર મંગળ ગ્રહની એ ધર છે, જ્યાં ક્યારેક વિશાળ સરોવર હતું. એટલે કે અહીં પાણી હોવાની માહિતી પુરતી મળી ચુકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું, તો તેના સંકેત અહીં અવશેષોના રૂપમાં મળી શકશે.


    મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજ રિકોર્ડ કરવા માટે પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલુ પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. તેના માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ પણ લગાવવામાં આવ્યા છે. તેના દ્વારા સ્મૂધ લેન્ડિંગ થઈ શકે. હવે રોવર બે વર્ષ સુધી જજીરો ક્રેટરને એક્સપ્લોર કરશે.નાસાના માર્સ મિશનનું નામ પર્સીવરેન્સ માર્સ રોવર અને ઈન્જીન્યુટી હેલિકોપ્ટર છે. પર્સીવરેન્સ રોવર 1000 કિલોગ્રામનું વજન ધરાવે છે. તે પરમાણુ ઉર્જાથી ચાલશે. પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લૂટોનિયમના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રોવર મંગળ ગ્રહ પર 10 વર્ષ સુધી કામ કરશે. તેમાં 7 ફુટનો રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

    આ રોવરની સાથે 1.1 કરોડ લોકોના નામ ત્રણ સિલિકોન ચિપ્સ પર લખીને મોકલવામાં આવ્યા છે. આ સિવાય વિશ્વના હેલ્થવર્કર્સ માટે એક ટ્રિબ્યૂટ પણ છે. એક નાની એલ્યુમિનિયમ પ્લેટમાં એક રોડ પર વીટળાયેલા સાંપની આકૃતિ છે, જે ગ્લોબલ મેડિકલ સોસાયટીને દર્શાવે છે. તેમાં એક લાઈનમાં સેન્ટ્રલ ફલોરિડાથી મંગળનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ફલોરિડાના કેપ કનેરવરલ સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું.

    આ પહેલા પણ નાસાના ચાર રોવર મંગળની સપાટી પર ઉતરી ચૂક્યા છે. પર્સીવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ પહેલા પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. તે પછી 2004માં સ્પિરિટ અને ઓપરચ્યુનિટીને મોકલવામાં આવી. જ્યારે 2012માં ક્યૂરિઓસિટી મંગળ પર ગયો હતો.




Download Our B K News Today App



Related News