ભારતમાં ફૂડ પાર્ક બનાવવા માટે વર્લ્ડ બેન્ક 3000 કરોડની લોન આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 18:06:08
  • Views : 407
  • Modified Date : 2019-09-15 18:06:08

દેશમાં નાના-મોટા ફૂડ પાર્ક સ્થાપિત કરવા વર્લ્ડ બેન્ક રૂ. 3000 કરોડની લોન સહાય કરશે. લોનની મદદથી પૂર્વોત્તર ક્ષેત્રમાં ફૂડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. જે ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરશે. કેન્દ્રીય ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે, આ બાબતે અમુક ઔપચારિક્તા બાકી છે. ટૂંકસમયમાં જ લોનની રકમનો પ્રથમ હપ્તો ઉપલબ્ધ કરશે.ભારત અને અમેરિકાની (આઈએસીસી-એનઆઈસી)ના બેનર હેઠળ આયોજિત 15મા ભારત-અમેરિકા આર્થિક સંમેલનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી.ઉદ્યોગ જગતને સરકારી નીતિઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફૂડ પ્રોસેસિંગ એકમોને સ્થાપિત કરવા માટેની સબસિડીનો લાભ 75 ટકા પાસે પહોંચ્યો છે.સરકારે ખેડૂતોની આવક બમણી કરવા નાના અને મેગા ફૂડ પાર્ક સ્થાપિત કરવા ફોકસ કરી રહી છે. જેથી ફૂડ પ્રોસેસિંગ યુનિટ સહિત ખેડૂતોને પણ લાભ મળી શકે. કાશ્મીર ખીણના પુલવામામાં પણ એક ફૂડ પાર્કને મંજૂરી અપાઈ છે. જે લોકોની આવકમાં વૃદ્ધિ અને રોજગાર સર્જન સાથે જીડીપીને વેગ આપશે. કાશ્મીરમાં 370ની કલમ દૂર થવાથી ખીણમાં ઉદ્યોગ સેક્ટર્સ સ્થાપિત કરાશે. જે રોજગારીમાં વધારો કરશે. કાશ્મીર અને લદાખમાં નાના-મોટા ફૂડ પાર્ક તૈયાર કરી ખેતીને પ્રોત્સાહન આપશે. ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરી ગુણવત્તાયુક્ત ખાદ્યાન પદાર્થો તૈયાર કરવામાં આવશે. દેશમાં આશરે 3.5 કરોડ ખેડૂતો છે.

Download Our B K News Today App



Related News