ભારત વર્ષ 2024 સુધીમાં દેશના પરિવારોને નળથી પાણી પહોંચાડવા માટે ઈઝરાયલની મદદ લેવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 16:33:31
  • Views : 555
  • Modified Date : 2019-11-15 16:33:31

ભારત વર્ષ 2024 સુધીમાં દરેક ભારતીય પરિવાર સુધી નળ મારફતે પાણી પૂરું પાડવા માટે ઈઝરાયલની મદદ માગી છે. ત્યારે સરકારના આ અભિયાનને પૂર્ણ કરવા માટે જળશક્તિ બાબતના કેન્દ્રીયપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત ટૂંક સમયમાં ઈઝરાયલની મુલાકાતે જશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2017માં ઈઝરાયલની ઐતિહાસિક મુલાકાત વખતે વિકાસ માટે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ કરી જળ અને કૃષિક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને સ્થાપિત કરવા સહમતિ દર્શાવી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારત સરકાર જળસંગ્રહ, વિકાસ અને સંચાલનને અગ્રિમતા આપી રહ્યું છે તેમ ઈઝરાયલમાંપણ નવનિયુક્ત રાજદૂત સંજીવ સિંગલે જણાવ્યું હતું કે જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતની ઈઝરાયલ યાત્રા મહત્વની છે કારણ કે બન્ને દેશ વધુ સહકાર અને પરિણામલક્ષી સંભવિત ક્ષેત્રોને શક્યતા જોશે. આમ જળજીવન અભિયાન હેઠળ ભારત આગામી વર્ષ 2024 સુધીમાં ભારતમાં દરેક ઘર કે પરિવારને નળ વડે પાણી પહોંચાડવું તે વડાપ્રધાનનું સ્વપ્ન છે.આમ ઈઝરાયલમાં પાણીનું રિસાયકલિંગ દૈનિક જીવનમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે.આમ શેખાવત 17 અને 19મી નવેમ્બર વચ્ચે ઈઝરાયલની ત્રણ દિવસની મુલાકાતે જશે. જ્યાં તેઓ ઈઝરાયલના ઊર્જપ્રધાન યુવલ સ્તેઈનિઝ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ જળ બાબતના મેનેજમેન્ટ, કેટલીક ચોક્કસ ઈઝરઈલી કંપની કે જે આ ક્ષેત્રમાં કાર્યરત કંપનીના પ્રતિનિધિઓને પણ મળશે. શેખાવત તેલઅવિવમાં ભારતના દૂતાવાસ દ્વારા આયોજીત જળ સંબંધિત ભારત-ઈઝરાયલ ભાગીદારી અંગે આયોજીત કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

Download Our B K News Today App



Related News