2014ની સાલમાં અબજોપતિની યાદીમાં અદાણી 609માં નંબરે હતા તે આઠ વર્ષમાં બીજા ક્રમે કેવી રીતે આવી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 15:44:31
  • Views : 491
  • Modified Date : 2023-02-08 15:44:31

બજેટ બાદ કેટલાક દિવસો સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત રહ્યા બાદ આજે મંગળવારે તે ફરી શરૂ થઈ તો રાહુલ ગાંધીનું વલણ આક્રમક વલણ જોવા મળતું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે છેવટે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. છેવટે આ તે કેવું જાદુ થઈ ગયું છે? રાહુલ ગાંધીએ અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પ્રશ્ન સર્જતા કહ્યું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. જોકે ગૌતમ અદાણીની કંપનીઓને આપવામાં આવ્યું. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર કાઢી હતી. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અધવચ્ચે ટોક્યા હતા અને કહ્યું હતું કે આ યોગ્ય નથી. ગૃહમાં પોસ્ટરબાજી થવી જોઈએ નહીં.

બીજી બાજુ રાહુલ ગાંધીએ એવો પણ આરોપ મુક્યો કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ પણ અદાણી ગ્રુપને મળી ગયો છે. ઈઝરાયલ ગયા બાદ વડાપ્રધાન મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો, તેમને આ સેક્ટરમાં કોઈ જ અનુભવ નથી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જાદુશરૂ થઈ ગયો. રાહુલ ગાંધીના ભાષણ અંગે કાયદા મંત્રી કિરણ રિજિજુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તમે કોઈ પૂરાવા વગર કોઈ આરોપ લગાવી શકો નહીં. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પુરાવા પણ આપશું. મને ભારત જોડો યાત્રાસમયે ઘણુબધુ શીખવા મળ્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન દરેક જગ્યાએ અદાણીનું નામ જ સાંભળવા મળ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક જગ્યાએ લોકો મને પૂછી રહ્યા હતા કે છેવટે ગૌતમ અદાણી PM મોદી સાથે શું સંબંધ ધરાવે છે? ગૌતમ અદાણીના આરોપોનો જવાબ આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધી કહે કે તેઓ કયા નિયમની વાત કરી રહ્યા છો. અગાઉ કોંગ્રેસ સરકારે બિરલા અને ડાયમિયા સહિત અનેક કંપનીઓને કોન્ટ્રેક્ટ આપ્યા હતા. તે કયાં નિયમો હેઠળ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ રાહુલ ગાંધી અંગે મનમાની કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઈએ.

Download Our B K News Today App



Related News