પંજાબમાં બીએસએફના જવાનોએ રૂ. 8 કરોડનું હેરોઇન ઝડપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 16:12:02
  • Views : 463
  • Modified Date : 2023-01-07 16:12:02

પંજાબના ફિરોઝપુરમાં બોર્ડર સિક્યોરિટીફોર્સ (BSF)એ સરહદની પાસેનાંખેતરોમાંથી8 કરોડ રૂપિયાની હેરોઇનનો4 પેકેટનોજથ્થો પકડી પાડ્યો હતો.

પાકિસ્તાની તસ્કરોએ ધુમ્મસનો લાભ ઉઠાવીનેભારતની સરહદમાં  આવેલા ખેતરોમાં1 કિલો ગ્રામ હેરોઇનનો જથ્થો સંતાડી ગયા હતા,પરંતુ જવાનોનીસૂઝબૂઝથી પાકિસ્તાની તસ્કરોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો.

પાકિસ્તાની તસ્કરો તરફથી આ જથ્થોફિરોઝપુરના અંતરિયાળ ગામ પીર ઇસ્માઇલખાનમાંતારોની પાર બટાકાનાખેતરમાંસંતાડવામાંઆવ્યો હતો. ગુરુવાર બપોર પછી જ્યારે BSFના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમણે ફેન્સિંગની પાર પગનાં નિશાન જોયાં. ત્યાર બાદ તેમને શક ગયો અને તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

બીએસએફની તરફથી જપ્ત કરેલ હેરોઇનનાપેકેટનેખોલવામાં આવ્યું હતું જેમાંથી1 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 8 કરોડની કિંમત આકવામાં આવે છે. બાદમાં જવાનોએ હેરોઇનના આ પેકેટનેતપાસ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

ગયા વર્ષેની વાત કરીએ તો BSFના જવાનોએ પંજાબ સરહદેથી316.988 કિલો હેરોઇનને જપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આને પાકિસ્તાની તસ્કરોએડ્રોન, પાઇપ, તારો પાર જનારા ખેડૂતો વગેરેની મદદથી ભારતીય સીમામાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ BSFના સતર્ક જવાનોએ તેને રોકવામાં સફળતા મેળવી હતી.

Download Our B K News Today App



Related News