પ્રદર્શનકારીઓ પર ગોળીઓના વરસાદ કરતી સેનાને નને લલકાર્યાં- પહેલા મને ગોળી મારો, આ સાંભળીને સૈનિકો હાથ જોડીને ઘૂંટણિયે પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:47:11
  • Views : 438
  • Modified Date : 2021-03-10 11:47:11

    મ્યાનમારમાં સૈન્ય બળવાખોરી સામે ચાલતા વિરોધને દબાવવા માટે સૈનિકો સતત ગોળીબાર કરી રહ્યા છે. અત્યારસુધીમાં 68 પ્રદર્શનકારીનાં મોત થઈ ગયાં છે. અહીં મંગળવારે વિરોધની એક તાકાતવર તસવીર સામે આવી છે.  કાચિનના માયિત્કિનામાં ગોળીબાર કરતા સૈનિકો સામે નન સિસ્ટર એન રોઝ નૂ તાવંગ ઊભાં રહી ગયાં હતાં. તેમણે સૈનિકોને કહ્યું, બાળકો, મહિલાઓ અને પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવાનું બંધ કરો. સૌથી પહેલા મને ગોળી મારો, હું ત્યાં સુધી નહીં ખસું જ્યાં સુધી તમે જતા ના રહો અથવા મારું મોત ન થઈ જાય ત્યાં સુધી.

    સિસ્ટર રોઝનું વર્તન જોઈને સૈનિકોએ બંદૂકો નીચે કરી દીધી હતી અને હાથ જોડીને ઘૂંટણિયે પડી ગયા હતા. ત્યાર પછી અધિકારીઓએ નનને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે હિંસા કરવામાં નહીં આવે, ત્યાર પછી સિસ્ટર રોઝ ત્યાંથી હટ્યાં.અટકાયતમાં લેવામાં આવેલા 200 વિદ્યાર્થીના સમર્થનમાં મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનમાં મંગળવારે વિરોધપ્રદર્શન થયાં હતાં. લોકોએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું. આ વિરોધપ્રદર્શનનું કવરેજ કરવાથી સૈન્ય સરકારે દેશની પાંચ મીડિયા સંસ્થાઓનાં લાઈસન્સ રદ કરી દીધાં હતાં.

    મ્યાનમારમાં બળવાખોરી પછીથી જ લોકો સૈન્યશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દર વખતે સેનાએ પ્રદર્શનકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. સત્તા સંભાળતી સેનાએ લોકતંત્ર સમર્થકો સામે કડક પગલાં લેવાની વાત કરી છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાર પછી મ્યાનમારમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં સૂની પાર્ટીએ બહુમતી મેળવી હતી, પરંતુ સેનાની દખલગીરીની વાત કરીને પરિણામોને સ્વીકારવામાં આવ્યાં નથી.

    યુનાઈટેડ નેશન (UN)માં મ્યાનમારના રાજદૂત ક્યો મા તુન આ ઘટના વિશે માહિતી આપતાં રડી પડ્યા હતા. તુને UNને અપીલ કરી હતી કે મ્યાનમારના સૈન્યશાસન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. લોકતાંત્રિક વ્યવસ્તાને તરત લાગુ કરી દેવામાં આવે. મ્યાનમારમાં સૈન્યશાસને UNમાં સેના વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આપણા રાજદૂતને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે.


Download Our B K News Today App



Related News