ઈટાલીમાં 101 વર્ષીય દાદીમાએ ત્રણવાર કોરોના હરાવ્યો, ડૉક્ટર બોલ્યા,‘આ ઉંમરે આટલા જલ્દી સાજા થતા કોઈને જોયા નથી’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 15:26:35
  • Views : 404
  • Modified Date : 2020-12-03 15:26:35

    ઈટાલીમાં 101 વર્ષીય મારિયા ઓરસિઘેરની નામ કોરોના વોરિયર્સ તરીકે નોંધાઈ ચૂક્યું છે. તેમની સારવાર કરનારા ડૉક્ટર પણ કહે છે કે, 9 મહિનામાં ત્રણવાર કોરોના સંક્રમિત થવા છતાં દરેક વખતે મારિયાએ જોખમી વાઈરસ સામે જીતીને અમને બધાને ચોંકાવ્યા છે. મારિયા પ્રથમવાર ફેબ્રુઆરી મહિનામાં કોરોના સંક્રમિત થયા હતા.તેમની દીકરી કાર્લાએ કહ્યું કે, મારી માતાને ફેબ્રુઆરી મહિનામાં સોંડાલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે સમયે મોટી સંખ્યામાં વૃદ્ધ લોકોના મૃત્યુ થઇ રહ્યા હતા. અમે ઘણા ડરી ગયા હતા. માતાના સ્વસ્થ થયા પછી ડૉક્ટરે મને કહ્યું કે, આટલી ઉંમરલાયક વ્યક્તિન કોરોનામાંથી આટલા જલ્દી સ્વસ્થ થતા અમે નથી જોયા.મારિયાને શ્વાસ લેવામાં પણ અન્ય કોઈ વસ્તુઓની જરૂર પડી નહોતી કે તેમને તાવ પણ નહોતો. જુલાઈ મહિનામાં તેમણે 101મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સપ્ટેમ્બરમાં બીજીવાર સંક્રમિત થયા અને નવેમ્બરમાં પણ તેમનો ત્રીજીવાર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તો મારિયા ઘરે બેડ રેસ્ટ કરે છે. મારિયા કોઈ પ્રથમ વૃદ્ધ નથી જેમણે કોરોના હરાવ્યો હોય. ભારતમાં કેરળમાં અલુવામાં રહેતા 103 વર્ષીય પુરાક્કાટ વેટ્ટીલ પારીદે ઓગસ્ટમાં અને મહારાષ્ટ્રમાં 106 વર્ષના આનંદી બાઈ પાટિલે સપ્ટેમ્બરમાં કોરોના હરાવ્યો.


Download Our B K News Today App



Related News