ઈમરાન 5 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે : સંસદનું સભ્યપદ પણ ગયું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 17:52:18
  • Views : 225
  • Modified Date : 2022-10-21 17:52:18

     તોશખાના ગિફ્ટ કેસમાં પાકિસ્તાનના ચૂંટણીપંચે શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે અયોગ્ય ઠેરવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે ઈમરાનની સંસદની સદસ્યતા પણ રદ કરવામાં આવી છે. ચૂંટણીપંચના આ નિર્ણય બાદ ઈમરાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઇમરાન વિરૂદ્ધ ચુકાદો આવ્યા બાદ ઇમરાનના સમર્થકોએ પાકિસ્તાન ECની ઓફિસ બહાર પ્રદર્શન કર્યું.આ લોકોને હટાવવા જ્યારે સુરક્ષા જવાનો પહોંચ્યા તો સમર્થકોએ ફાયરિંગ કરી દીધું. બાદમાં તેમને ઓફિસ બહારથી હટાવાયા.પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલ્તાન રઝાની અધ્યક્ષતા વાળી 4 સભ્યોની બેન્ચે ઇમરાન વિરૂદ્ધ આ ચુકાદો સંભળાવ્યો. વડાપ્રધાન રહેતા સમયે ઇમરાન ખાન પર વિપક્ષના સાંસદોએ ચૂંટણી પંચમાં આ મામલે ફરિયાદ કરી હતી. ઇમરાન પર આરોપ હતો કે તેમણે તોશખાનાની ગિફ્ટને સસ્તામાં ખરીદી અને વધુ ભાવમાં વેચી દીધી.સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવું કહેવાય છે કે ઈમરાને પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ દેશોમાંથી મળેલી ભેટો મોકલી હતી. તેના વકીલે પણ સ્વીકાર્યું હતું કે ઈમરાને 5.8 કરોડ રૂપિયામાં ભેટ વેચી હતી. ઈન્કમટેક્સ રિટર્નમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્તમાન સરકારે કહ્યું હતું કે ઈમરાનને આરબ શાસકો પાસેથી અમૂલ્ય ભેટ મળી હતી, જે તેમણે વેચી દીધી હતી. એમાં મૂલ્યવાન ઘડિયાળો, જ્વેલરી અને ડિઝાઇનર બેગનો સમાવેશ થાય છે.

ઈમરાન 2018માં PM બન્યા હતા. તેમણે સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. અહીં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)એ ઈમરાનને અમૂલ્ય કાંડા ઘડિયાળ ભેટમાં આપી હતી. આરોપ છે કે વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ તેમને જાણ કર્યા વિના કરોડો રૂપિયાની ભેટ વેચી દીધી હતી.

Download Our B K News Today App



Related News