2 વર્ષ સુધી ચા પીવાનું બંધ કરે તો ભીખ નહીં માંગવી પડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-16 11:16:24
  • Views : 348
  • Modified Date : 2023-04-16 11:16:24


પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અવમને રોજબરોજની ચીજવસ્તુઓ માટે અનેક ગણી વધુ ચૂકવણી કરવી પડે છે અને સરકાર આ સંકટને પહોંચી વળવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની શોધમાં છે.


વેન્ટિલેટર પર પડેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને હવે માત્ર લોન દ્વારા જ ઓક્સિજન મળી શકે છે, કારણ કે વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકાર પાસે અર્થવ્યવસ્થાના ભાંગી રહેલા શ્વાસને કાબૂમાં લેવા માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. પરિસ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે તે વચ્ચે પાકિસ્તાનના આંકડાકીય બ્યુરોએ ચા સાથે સંબંધિત ડેટા જાહેર કર્યો છે. જો તમે તે આંકડા પર નજર નાખો તો, જો પાકિસ્તાન બે વર્ષ માટે ચા પીવાનું બંધ કરે છે, તો તે ઇકોનોમીક ક્રાઇસીસ માંથી ઉગરી શકે છે.


છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ચાના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ ચા લોકોના ખીસ્સા ખાલી કરી રહી છે.પાકિસ્તાનમાં ચાના કપની સરેરાશ કિંમત 50 રૂપિયા છે. જો કોઈ વ્યક્તિ દરરોજ ત્રણ કપ ચા પીવે છે, તો આ ખર્ચ વધીને મહિને 4,500 રૂપિયા થઈ જાય છે. જે દેશમાં લઘુત્તમ વેતન રૂ. 15,000 છે, ત્યાં વ્યક્તિ દર મહિને તેની આવકના 30 ટકા ચા પીવા પાછળ ખર્ચી શકે છે.


પાકિસ્તાન વિશ્વમાં ચાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. તે દર વર્ષે ચાની આયાત પર લગભગ અડધા અબજ ડોલરનો ખર્ચ કરે છે. જો આપણે આ રકમને દૃષ્ટિકોણથી જોઈએ તો, જો આખું પાકિસ્તાન બે વર્ષ સુધી ચા પીવાનું બંધ કરી દે, તો બચત કરેલી રકમ લગભગ IMF બેલઆઉટ પેકેજના છેલ્લા હપ્તાની બરાબર હશે. ઘણા નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાને ઉછીના પૈસાનો ઉપયોગ કરીને ચાની આયાત કરવાને બદલે તેને ઉગાડવાનું વિચારવું જોઈએ. તેનાથી તેની કૃષિ અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે.


પાકિસ્તાન એક સમયે ચાનો જથ્થાબંધ ઉત્પાદક અને નિકાસકાર હતો, પરંતુ 1971માં દેશના વિભાજનથી તે કાયમ માટે ચાની આયાત પર નિર્ભર બની ગયું. વાસ્તવમાં વર્ષ 1971માં પાકિસ્તાનથી અલગ થયા બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું.


પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, દેશના કેટલાક ભાગોમાં ચા ઉગાડવા માટે યોગ્ય જમીન છે.પરંતુ તેમ છતાં સ્થાનિક ખેડૂતોને સૌથી વધુ આયાતી ઉત્પાદનોની ખેતી કરવામાં રસ નથી. તેની પાછળનું કારણ પ્રારંભિક ઊંચું રોકાણ છે. આ પછી, ચાની પત્તી તૈયાર થવામાં પાંચથી છ વર્ષનો સમય લાગે છે. આ કારણે તેની ખેતીમાં ખેડૂતોનો રસ ઓછો છે.


પાકિસ્તાન સૌથી વધુ ચા કેન્યામાંથી આયાત કરે છે. દરેક બ્રાન્ડ ખાસ સ્વાદ માટે તેમાં ભેળસેળ કરે છે.આ પછી કંપનીઓ ચાના માર્કેટિંગ પર પણ મોટી રકમ ખર્ચે છે. પાકિસ્તાનમાં મોંઘવારી વધવાની સાથે દૂધ, મલાઈ અને ખાંડના ભાવ પણ વધશે.જેના કારણે લોકોની ચા વધુ મોંઘી થશે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 35 ટકાથી ઉપર પહોંચી ગયો છે અને સરકારની તિજોરી લગભગ ખાલી છે.


2019 માં હસ્તાક્ષર કરાયેલા $6.5 બિલિયન બેલઆઉટ કરારના ભાગ રૂપે, પાકિસ્તાન IMFને જરૂરી 1.1 બિલિયન ડોલરનું ભંડોળ મુક્ત કરવા વિનંતી કરી રહ્યું છે. અત્યાર સુધી પાકિસ્તાને આખી દુનિયા પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે. દેશનું કુલ દેવું અને જવાબદારી 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેશની જીડીપીના 89 ટકા છે. આ દેવુંમાંથી લગભગ 35 ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેંકોનું દેવું પણ સામેલ છે.


Download Our B K News Today App



Related News