ચીનમાં આઈસ ફેસ્ટિવલ, હર્બિનમાં બરફમાંથી કંડારાઈ મનોરમ પ્રતિમાઓઃ ઈટાલીમાં 2000 વર્ષ જૂની ફાસ્ટફૂડની દુકાન મળી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:59:17
  • Views : 329
  • Modified Date : 2020-12-27 11:59:17

ઈટાલીમાં 2000 વર્ષ જૂની ફાસ્ટફૂડની દુકાન મળી!: ઈટાલીના પોમ્પેઈ શહેરમાં ખનન દરમિયાન પુરાતત્વવિદોને 2000 વર્ષ જૂની ઈટરી મળી છે. આ દુકાન ભીંતચિત્રોથી સજાવાઈ હતી. પોમ્પેઈ શહેર સને 79માં જ્વાળામુખીના વિસ્ફોટ પછી રાખના ઢગલા નીચે દબાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. આ પ્રાચીન દુકાન આધુનિક સ્ટ્રીટ ફૂડ શોપ જેવી હતી અને પસાર થતા વટેમાર્ગુઓ અહીં ભોજન કરતા હતા. લેટિન ભાષામાં આવી દુકાનોને પ્રાચીન કાળમાં થર્મોપોલિયમ કહેવામાં આવતી હતી. જેમાં હોટ ડ્રિન્ક્સનું કાઉન્ટર પણ રહેતું હતું. ભીંતચિંત્રોમાં મરઘા અને બતક દેખાય છે જે અહીંના મેન્યુમાં સામેલ હશે એવું મનાય છે.

Download Our B K News Today App



Related News