હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ માટે 50 હજારની નોંધણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 15:34:46
  • Views : 442
  • Modified Date : 2019-09-16 15:34:46

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અમેરિકામાં 50 હજાર અમેરિકી ભારતીયોએ નોંધણી કરાવી છે. આગામી મહિને 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકી પ્રવાસ દરમિયાન મોદી હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ કરી રહ્યું છે. નોંધણીની પ્રક્રિયા શરૂ થયાને 3 સપ્તાહમાં જ 50 હજાર લોકોએ નોંધણી કરાવી છે. આ કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. તેની ક્ષમતા 50 હજાર લોકોની છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમે સીટ બુક થઈ જતાં નોંધણી બંધ કરી દીધી છે. જો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિશેષ લોકો માટે નોંધણી 29 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

મોદી યુએન મહાસભાને 27 સપ્ટેમ્બરે સંબોધન કરવા અમેરિકાના પ્રવાસે
દક્ષિણ અમેરિકામાં હાઉડી એ અંગ્રેજી હાઉ ડુ યુ ડુનું સંક્ષિપ્ત ઉચ્ચારણ છે. તેનો ઉપયોગ દોસ્તીભર્યા સંબંધમાં કરવામાં આવે છે. હાઉડી મોદી કાર્યક્રમ માટે કોઈ ફી રાખવામાં આવી નથી. મોદી યુએન મહાસભાને 27 સપ્ટેમ્બરે સંબોધન કરવા અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. અમેરિકી સેનેટર જોન કોર્નીને કહ્યું કે ટેક્સાસમાં હજારો ભારતીય અમેરિકીઓ તરફથી અને સેનેટ ઇન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ તરીકે તેઓ પણ વડાપ્રધાન મોદીના હ્યુસ્ટનમાં સ્વાગતની રાહ જોઈ રહ્યાં છે.2016માં સિલિકોન વેલીમાં મોદીએ ભારતીયોને સંબોધન કર્યું હતુંઅમેરિકામાં મોદીનો ત્રીજો મોટો કાર્યક્રમ 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી દ્વારા ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો આ ત્રીજો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ અગાઉ 2014માં ન્યૂયોર્કના મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં અને 2016માં સિલિકોન વેલીમાં મોદીએ ભારતીયોને સંબોધન કર્યું હતું. આ બંને કાર્યક્રમમાં 20-20 હજાર લોકો સામેલ થયા હતા.1000 સ્વયંસેવકની મદદ લેવાઈ રહી છેકાર્યક્રમના આયોજન માટે 1000 સ્વયંસેવક અને 650 જેટલા સંગઠનોનો સહયોગ લેવાઈ રહ્યો છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમના કન્વીનર જુગલ માલાણીએ કહ્યું કે મોદીના સંબોધન પહેલાં શેર ડ્રીમ, રાઈટ ફ્યુચરના નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. તેમાં કલાકાર પોતાની કલા બતાવશે અને સાથે જ ભારતીય અમેરિકીઓના યોગદાનની માહિતી મળશે.

Download Our B K News Today App



Related News