લોકસભામાં TMC સાંસદે ટોણો મારતા ગૃહમંત્રી અમિત શાહે ગુસ્સે થઇ ગયા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-22 17:03:45
  • Views : 456
  • Modified Date : 2022-12-22 17:03:45

આજે લોકસભામાં માદક દ્રવ્યો બાબતે કેન્દ્ર સરકારની નીતિનો ખુલાસો કરવાનો પ્રયાસ કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહનેતૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સૌગત રોયે એક ટોણો મારતા શાહ એકદમ ગુસ્સે ભરાઇ ગયા હતા  પોતાનું ભાષણ અટકાવીને બેસી ગયા હતા. જો કે  બાદમાં કોઇ સાંસદે કહ્યું ગૃહમંત્રીજીને ગુસ્સો આવી ગયો કે શું? જવાબમાં અમિત શાહે કહ્યું હતું, ના, તેમને ગુસ્સો નથી આવ્યો, તે ફક્ત સાંસદને સમજાવી રહ્યા છે.

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ ડ્રગ્સ પર ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન TMC સાંસદ સૌગત રોય વારંવાર અટકાવવા પર નારાજ થઈ ગયા અને પોતાની ખુરસી પર બેસી ગયા. શાહે વિપક્ષી સાંસદને કહ્યું હતું કે તમારે બોલવું હોય તો હું બેસી જાઉં છું. આટલા વરિષ્ઠ સાંસદ હોવાને કારણે વચ્ચે પડવું યોગ્ય નથી. આવું કરવું તમારી ઉંમર અને વરિષ્ઠતાને અનુરૂપ નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે આવું વારંવાર ન કરવું જોઈએ, પરંતુ વિષયની ગંભીરતા સમજવી જોઈએ. આ દરમિયાન કોઈએ કહ્યું કે શાહજી... તમને ગુસ્સો આવી રહ્યો છે, તો તેમણે કહ્યું કે હું ગુસ્સો નથી કરી રહ્યો, પરંતુ હું સમજાવું છું, ક્યારેક ક્યારેકવડીલોને પણ સમજાવવા પડે છે.

લોકસભામાં અમિત શાહે વિપક્ષને કહ્યું હતું કે ડ્રગની સમસ્યા પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. માદક દ્રવ્યોનું વ્યસન એ આપણી પ્રજાતિઓને નષ્ટ કરતી સમસ્યા છે. પીએમમોદીએ દેશની સામે નશામુક્ત ભારતનો સંકલ્પ રાખ્યો છે. આ દેશમાં ગંભીરતાપૂર્વક ડ્રગ્સ વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરવામાં આવી છે. માદક દ્રવ્યો દેશને ખોખલો કરે છે. મોદી સરકારે ડ્રગ્સના વેપાર પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. મંગળવારેહરસિમરતકૌરે પંજાબમાં ફેલાતાડ્રગ્સના વેપારને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં અમિત શાહે પોતાની વાત રાખી હતી.

Download Our B K News Today App



Related News