પ્રથમ વખત UAEએ હિંદુ પિતા અને મુસ્લિમ માતાની પુત્રીને આપ્યું જન્મનું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 18:03:43
  • Views : 571
  • Modified Date : 2019-04-29 18:03:43

સંયુક્ત અરબ અમિરાત સરકારે લગ્નના નિયમો અંતગર્ત ભારતના એક હિન્દુ વ્યક્તિ અને મુસ્લિમ મહિલાની દીકરીને જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે. યુએઈમાં પ્રવાસિયો માટે લગ્નના નિયમો અનુસાર મુસ્લિમ પુરુષ કોઈ ગેર મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી શકે છે. પણ કોઈ મુસ્લિમ મહિલા ગેર મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરી શકતી નથી.શારજહામાં રહેતાં કિરણ બાબૂ અને સનમ બાબૂ સિદ્દીકીએ 2016માં કેરલમાં લગ્ન કર્યા હતા. તેઓને ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે જુલાઈ-2018માં તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો. બાબુએ કહ્યું, મારી પાસે અબૂ ધાબીના વિઝા છે. મારી પત્નીને અમિરાતની મેદીવર હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. દીકરીના જન્મ બાદ હિન્દુ હોવાને કારણે હોસ્પિટલે જન્મનું પ્રમાણપત્ર આપવા ના પાડી દીધી હતી.જે બાદ કિરણ બાબૂએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને દીકરીના પ્રમાણપત્ર માટે આવેદન કર્યું. ચાર મહિના સુધી સુનાવણી બાદ કોર્ટે પણ પ્રમાણપત્ર આપવાના મામલાને ફગાવી દીધો. યુએઈએ વર્ષ 2019ને ‘સહિષ્ણુતા વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત યુએઈ સહિષ્ણુ રાષ્ટ્રનું ઉદાહરણ રજૂ કરશે અને અલગ-અલગ સંસ્કૃતિઓની વચ્ચે સંવાદની ઉણપને દૂર કરી એક એવો માહોલ બનાવશે કે જેનાથી લોકો એકબીજાને અપનાવી શકે.બાબૂએ કહ્યું કે, તે કેટલાય દિવસ સુધી તણાવમાં હતા અને માફીની કોઈ ઉમ્મીદ ન હતી. પણ, ભારતીય દૂતાવાસે તેમની મદદ કરી. તેમણે કહ્યું કે ન્યાયિક વિભાગે તેમના મામલાને અપવાદ માન્યો હતો. બાબૂએ ફરી આ મામલે કોર્ટમાં આવેદન આપ્યું. પણ, આ સમયે કોર્ટે પ્રમાણપત્ર આપવા માટે મંજૂરી આપી દીધી. 14 એપ્રિલે કિરણ બાબૂ અને તેમના પત્ની સનમની દીકરીને જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News