રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સૌથી વધુ ફાળવણી, પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-25 14:09:49
  • Views : 517
  • Modified Date : 2023-02-25 14:09:49

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થયું હતું. આ સાથે જ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષની સરખામણીએ આ વખતે 2023-24ના બજેટના કદમાં 18થી 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ બજેટનું કદ વધીને લગભગ 3.01 લાખ કરોડ થઈ ગયું છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં સતત બીજી ટર્મનું બજેટ રજૂ કર્યું હતું. કુલ બજેટ 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયા છે. નવા બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રોને ફાળવવામાં આવ્યું છે. સાથે જ આરોગ્ય ક્ષેત્રે અનેક વખત ખર્ચ કરવા છતાં સરકારે પ્રજા પર કોઇ નવો કરબોજ નાખ્યો નથી.

બજેટના આકર્ષણમાં ગરીબો માટે 2 લાખ કરોડ, માનવ સંસાધન માટે 4 લાખ કરોડ રૂપિયા, વિશ્વ સ્તરીય માળખાગત સુવિધા બનાવવા માટે 5 લાખ કરોડ રૂપિયા, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયા, ગ્રીન ડેવલપમેન્ટ માટે 2 લાખ કરોડ રૂપિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સદ્દ્રાણ, અંબાજી, ધરોઇ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ જેવા 5 પર્યટન સ્થળોના વિકાસ માટે 8000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ગત વર્ષે 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જીએસટી રિફંડ પૂરૂં થયા બાદ હવે રાજ્ય સરકારને માત્ર પેટ્રોલ-ડીઝલ પર જ વેટમાંથી અઢળક કમાણી થઇ રહી છે. ૧૫ એપ્રિલથી નવા જંત્રી દર અમલી બનતા આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડયૂટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

રાજ્ય સરકારે રાજ્યમાં પર્યટન ક્ષેત્રનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ જેવા પ્રવાસન સ્થળો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે જ સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિત અન્ય યાત્રાધામોમાં પણ આખુ વર્ષ લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો આવે છે. આથી પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં પ્રવાસન માટે અલગ વિભાગની જાહેરાત કરવામાં આવી છે. પર્યટન વિભાગમાં અલગ સંસ્થાઓની ફાળવણી કરીને નાણાકીય જોગવાઈમાં પણ વધારો કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News