યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, દેશના ગૃહમંત્રી સહિત 16ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-19 15:54:11
  • Views : 488
  • Modified Date : 2023-01-19 15:54:11

રાજધાની કીવની બહાર બોવરી વિસ્તારમાં એક કિંડરગાર્ટન નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તેમાં બે બાળકો અને યુક્રેનના ગૃહમંત્રી સહિત ૧૬ લોકોના મૃત્યુ થયા છે. આ મામલે વધુ માહિતી આપતા પોલીસના વડા ઈગોર ક્લેમેંકોએ કહ્યું કે, હાલ તો ૧૬ લોકોના મૃત્યુના અહેવાલ મળ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં આંતરિક બાબતોના મંત્રાલયના અનેક ટોચના અધિકારીઓ પણ સામેલ છે; જેમાં આંતરિક બાબતોના મંત્રી ડેનિસ મોનાસ્ટિર્સ્કી પણ છે. ૪૨ વર્ષીય ડેની બે બાળકોના પિતા હતા. તેમને ૨૦૨૧માં જ આંતરિક મંત્રાલયનો પદભાર સોંપાયો તો. તેમની સાથે આંતરિક બાબતોના તેમના ડેપ્યુટી પણ આ હેલિકોપ્ટરમાં હાજર હતા તેવા અહેવાલ મળ્યાં છે.

આ ઘટના પછી ઓનલાઈન વાઈરલ એક વીડિયોમાં ઘટનાસ્થળે લોકોની બૂમાબૂમનો અવાજ સંભળાઈ રહ્યો છે. લોકો મદદ માટે વલખાં મારી રહ્યા હતા. દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના મામલે અત્યાર સુધી રશિયા તરફથી પણ કોઈ ટિપ્પણી કરાઈ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ઉપપ્રમુખ કિરિલો ટિમોશેંકોએ જણાવ્યું હતું કે, અમે દુર્ઘટના વિશે માહિતી મેળવી રહ્યા છીએ.

Download Our B K News Today App



Related News