ફિલિપાઇન્સના ભારે વરસાદના કારણે પૂરમાં છનાં મોતઃ 19 લાપતા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 12:49:01
  • Views : 409
  • Modified Date : 2022-12-28 12:49:01

ફિલિપાઇન્સના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર બાદ ઓછામાં ઓછા છ લોકોનાં મોત નિપજ્યાં છે અને અન્ય 19 લોકો લાપતા થયા છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ કાઉન્સિલ (એનડીઆરઆરએમસી) એ જણાવ્યું હતું કે મુખ્ય લુઝોન ટાપુ પર બિકોલ વિસ્તારમાં અને દક્ષિણ ફિલિપાઇન્સના ઉત્તરી મિંડાનાઓમાં ચાર લોકો માર્યા ગયા છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ ઉપરાંત બિકોલ વિસ્તારમાં 10 લોકો લાપતા થયા છે.
તેમણે કહ્યું કે મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સમાં પૂરથી પાંચ પ્રદેશોમાં એક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. તેમાંથી લગભગ 45 હજાર લોકોને 27 સરકારી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ક્રિસમસની રજાઓ પણ વિતાવી હતી.
એનડીઆરઆરએમસીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં લગભગ ૫૦ મકાનો અને ઓછામાં ઓછા ૧૪ રસ્તાઓને નુકસાન થયું છે. રાજ્યના હવામાન બ્યુરોએ ચેતવણી આપી હતી કે મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે. આ સાથે જ સરકારી એજન્સીઓને અપીલ કરવામાં આવી હતી કે, લોકોના જાનમાલની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

Download Our B K News Today App



Related News