ચીનમાં મુશળધાર વરસાદનું તાંડવ: 15 લોકોના મોત અને 3 ગાયબ, વાહનવ્યવહાર થયો ઠપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 17:19:20
  • Views : 307
  • Modified Date : 2022-05-28 17:19:20


ચીનમાં મુશળધાર વરસાદનું તાંડવ: 15 લોકોના મોત અને 3 ગાયબ, વાહનવ્યવહાર થયો ઠપ


દક્ષિણ ચીનમાં મૂશળધાર વરસાદના કારણે થયેલી દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ત્રણ અન્ય લોકો ગુમ થયા છે. ચીનની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ફુઝિયાન પ્રાંતમાં ભૂસ્ખલન થતાં બે ઈમારતો ધરાશાયી થઈ હતી, જેમાં આઠ લોકોના મોત થઈ ગયા હતા. 


એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, યુન્નાન પ્રાંતમાં પાંચ અન્ય લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ લોકો ગુમ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુઆંગશી વિસ્તારમાં શિન્ચેંગ કાઉંટીમાં શુક્રવારે પુરના પાણીની સાથે ત્રણ બાળકો તણાઈ ગયા હતા, જેમાંથી બેના મોત થઈ ગયા છે અને એકને બચાવી લેવામાં આવ્યું છે. 


રસ્તા, પુલ, વિજળી સપ્લાઈ ઠપ


ચક્રવાતથી યુન્નાન પ્રાંતની ક્યૂબેઈ કાઉંટીમાં રસ્તાઓ, પુલ, દૂરસંચાર અને વિજળી ક્ષતિગ્રસ્ત થઈ છે. સ્થાન વિયેતનામ સરહદથી 130 કિમી દૂર આવેલું છે. વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. પ્રશાસન તરફથી દરેક મદદ આપવામાં આવી રહી છે. 


વૂપિંગ કાઉંટીમાં વરસાદ ચાલું


રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ફુઝિયાનમાં એક ફેક્ટરીમાં કાળમાળમાંથી પાંચ શબ અને એક રહેણાંક વિસ્તારની ઈમારતના કાટમાળની નીચેથી 3 મૃતદેહ મળી આવ્યા છે. ગુરૂવારે સાંજે વૂપીંગ કાઉંટીમાં વરસાદ ચાલું હતો. ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં માટ્ટીવાળી પાણી દેખાઈ રહ્યું હતું. કેટલીય જગ્યા પર રસ્તાઓ આંશિક રીતે તૂટી ગયા છે.


 


Download Our B K News Today App



Related News