હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને અકસ્માત નડ્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 16:53:47
  • Views : 465
  • Modified Date : 2022-12-21 16:53:47

હરિયાણા: હરિયાણાનાં નાયબ મુખ્યમંત્રીદુષ્યંત ચૌટાલાને ગત મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માતમાં તેઓનો આબાદ બચાવ થયો હતો. ઉપમુખ્યમંત્રી હિસારથી સિરસા જઈ રહ્યા હતા તે દરમિયાન ગાઢ ધુમ્મસનાં કારણે વિઝિબીલિટી ડાઉન થઇ જતા નાયબ મુખ્યમંત્રીનાં કાફલાનાં બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં સુરક્ષામાં તૈનાત એક પોલીસકર્મી રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો જ્યારે નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને કોઈ ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ 2 સુરક્ષા વાહનો સાથે સિરસા જવા રવાના થયા હતા.

અકસ્માતમાં પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટના સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. જ્યારે દુષ્યંત ચૌટાલા હિસારથી સિરસા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી ચૌટાલાનો આબાદ બચાવ થયો હતો. હિસાર પોલીસના પ્રવક્તા વિકાસ કુમારે જણાવ્યું હતું કે કાફલાની આગળ જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવ્યા બાદ કાફલાના બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. તેમણે જણાવ્યું કે સ્પીડ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાના થોડા સમય બાદ ડેપ્યુટી સીએમ બે સુરક્ષા વાહનો સાથે સિરસા જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે સિરસામાં આજે નાયબ મુખ્ય મંત્રી જાહેર સભાને સંબોધવાના હતા.

Download Our B K News Today App



Related News