એક જ ઘરમાં મળી 1000 બંદૂક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 18:07:20
  • Views : 566
  • Modified Date : 2019-05-09 18:07:20

લોસ એન્જિલિસમાં એક ઘરમાંથી 1000થી વધુ બંદૂક મળી આવતાં પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. લોસ એન્જિલિસ પોલીસ વિભાગના અધિકારી જેફ લીએ જણાવ્યું કે, દારૂ, તમાકુ, બંદૂક અને વિસ્ફોટક બ્યૂરોના એજન્ટો તથા લોસ એન્જિલિસ પોલીસ વિભાગના કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે બંદૂક બનાવવા અને તેને વેચવાનું કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ સામે બુધવારે સર્ચ વોરન્ટ બહાર પાડ્યું છે. એક એરિયલ ફૂટેજમાં હોલંબી હિલ્સ ખાતેના એક ઘરના પ્રવેશ માર્ગ પર અસંખ્ય બંદૂકો વિખેરાયેલી જોવા મળી હતી. હથિયારોમાં પિસ્તોલથી માંડીને રાઈફલોનો સમાવેશ થાય છે.  અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે, "એક વ્યક્તિ ગેરકાયદે રીતે વિસ્ફોટકો બનાવવાનું કામ કરી રહ્યો છે." આ ઘરની તલાશી લેતાં તેમાં વિસ્ફોટકો બનાવવાના ઉપકરણ અને ઓજાર પણ મળ્યા છે. 



Download Our B K News Today App



Related News