બ્રિટનમાં રક્ષક બન્યો રાક્ષસઃ પોલીસ અધિકારીએ 80થી વધુ મહિલાઓનું યૌનશોષણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-19 15:17:03
  • Views : 432
  • Modified Date : 2023-01-19 15:17:03

બ્રિટનમાં મેટ્રોપોલિટન પોલીસે એક સિનિયર અધિકારી રહેલા એક વ્યક્તિએ પોતાની 20 વર્ષની નોકરીમાં 80થી પણ વધુ મહિલાઓનું યૌનશોષણ કર્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. પૂર્વ પોલીસ અધિકારીએ આ વાત કબુલ કર્યા પછી બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે.

ડેવિડ કૈરિકને 2003-2020ની વચ્ચે નોકરી વખતે 24 મહિલાઓ પર રેપ અને 12થી વધુ મહિલાઓને સેક્સ સ્લેવ બનાવવાના આરોપમાં દોષિત જાહેર કર્યો છે. આ આખા મામલામાં સૌથી ભયાનક વાત 48 વર્ષના ડેવિડની અપરાધ કરવાની રીત છે. તે ખૂબ જ ક્રૂર રીતે મહિલાઓને પોતાની ગુલામ બનાવીને તેમનું શારીરિક શોષણ કરતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે કૈરિક મહિલાઓને પોતાની જાળમાં ફસાવવા માટે પોતાના પદનો દૂરૂપયોગ કરતો હતો. જ્યારે મહિલા જાળમાં ફસાઈ જતી હતી, ત્યારે તે ખૂબ જ ક્રૂર રીતે તે મહિલાઓનું શોષણ કરતો હતો. પછી પોતે પોલીસ અધિકારી હોવાની ધમકી આપીને મહિલાઓને ચૂપ કરાવી દેતો હતો. જ્યારે મહિલાઓ ફરિયાદ કરવાનું કહેતી તો તે ડેવિડ તેને ડરાવીને જણાવતો કે તે લોકોની વાત પર કોઈ વિશ્વાસ નહિ કરે, કારણ કે તે પોલીસ અધિકારી છે. એક પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ડેવિડ તેના પર પેશાબ કરતો હતો.

ડેવિડે પીડિતાને એક નાનકડા કબાટમાં 10 કલાક સુધી ખાવાનું આપ્યા વગર કેદ કરી દીધી હતી. તે સ્લેવ બનાવીને મહિલાઓને બેલ્ટથી મારતો હતો અને તે કપડાં ઉતરાવીને તેનાથી ઘર સાફ કરાવતો હતો. આ મામલે સૌથી ચોંકાવનારી વાત છે કે બ્રિટનની મેટ્રોપોલીટન પોલીસને 2000થી 2021ની વચ્ચે ડેવિડની વિરૂદ્ધ 9 વખત યૌનશોષણની ફરિયાદ મળી હતી. આ પછી પણ પોલીસે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી નહોતી. આનું મુખ્ય કારણ એ હતું કે ફરિયાદ કરનાર મહિલાઓ પાછળથી પોતાની ફરિયાદ પરત ખેંચી લેતી હતી, અથવા તો તે પોલીસને તપાસ કરવામાં યોગ્ય રીતે મદદ કરતી નહોતી. જોકે 2021માં એક મહિલાએ ડેવિડ પર આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મામલો મીડિયામાં સામે આવ્યો હતો, ત્યારે બીજી પીડિત મહિલાએ પણ ફરિયાદ દાખલ કરી હતી.

હવે મેટ્રોપોલીટન પોલીસે એ વાતનો સ્વીકાર કર્યો છે કે કથિત રીતે અંદાજે 20 વર્ષ સુધી પોલીસની નોકરીમાં રહેનાર કૈરિકે ઘણા જઘન્ય અપરાધો કર્યા હતા. સાથે જ આ દરમિયાન પોલીસ પણ તેના અપરાધને પકડવામાં નિષ્ફળ રહી હતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઘણા ગંભીર આરોપો લાગ્યા હોવા છતાં કૈરિકને ઘણા મહત્ત્વના પદો પર પ્રમોશન મળ્યું હતું. તેમાં પણ તેને સાંસદ, રાજકારણીઓની સુરક્ષા અને ઘણા દૂતાવાસોની સંભાળની જવાબદારી પણ તેને સોંપવામાં આવી હતી. પોલીસ અધિકારીની રીતે તેણે ડાઉનિંગ સ્ટ્રીટ અને યુકે સાંસદના સદનની સુરક્ષાની જવાબદારી પણ સંભાળી હતી.

પોલીસના સહાયક આયુક્ત બારબરા ગ્રેએ જણાવ્યું હતું કે, આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે મેટ્રોપોલીટન પોલીસ જુના કેસોની સમીક્ષા કરી રહી છે. વાત એમ છે કે મેટ્રોપોલીટન પોલીસ પોતાના 45,000 અધિકારીઓ પર લાગેલા જુના રેપ અને યૌનશોષણના આરોપમાંથી લગભગ 1000ની સામે તપાસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News