સરકાર સત્તાના મદમાં નિર્ણયો કરી રહી છે, કોંગ્રેસ લીગલ અભિપ્રાય લેશે: અમિત ચાવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-24 15:25:07
  • Views : 496
  • Modified Date : 2023-02-24 15:25:07

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રની શરૂઆત વચ્ચે વિધાનસભામાં વિપક્ષ નેતાના પદ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પુરતું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. જેને લઈ હવે અમિત ચાવડાએ કહ્યું છે કે, કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશે. આ સાથે કહ્યું કે, બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ છે. 

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ હવે વિધાનસભામાં વિપક્ષનું પદ નહિ મળવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર સત્તાના મદમાં નિર્ણયો કરી રહી છે. સરકાર સામે અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું. કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. તો વળી વિધાનસભામાં બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ હોવાનું પણ કહ્યું છે. 

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં મળે. પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. એટલું જ નહિં, કોંગ્રેસે માંગ કરવામાં વિલંબ કર્યો હોવાની વાત પણ સામે આવી છે. જેનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો છે. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. 

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે. આજથી વિધાનસભાની બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બજેટમાં પેપરલીક વિરોધી બિલને સરકાર દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવી શકે છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 24 ફેબ્રુઆરીએ પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણાપ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે, આ બજેટ સત્ર 29 માર્ચ સુધી ચાલશે આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે.

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે. ચાવડાને નિમણુક કરાઈ છે તો ઉપ દંડક તરીકે કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા તેમજ ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. વધુમાં દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. એજ રીતે ડો.તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. વધુમાં ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પણ પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.

Download Our B K News Today App



Related News