મહિલાઓ માટે શુભ સમાચારઃ પત્નિ કોઇની વ્યક્તિગત સંપતિ નથીઃ સુપ્રીમ કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 16:04:42
  • Views : 445
  • Modified Date : 2023-01-07 16:04:42

સુપ્રીમ કોર્ટે પત્ની સાથે જબરદસ્તી કરવાનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પત્ની કોઈ વસ્તુ નથી, એટલે તેની પર કોઈ પર જાતનું દબાણ ન કરી શકાય.દેશની સર્વોચ્ચ અદાલતમાં તાજેતરમાં જ એક કેસની સુનવણી કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે, પત્ની કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સંપત્તિ નથી, જેથી તેને કોઈની પણ સાથે રહેવા માટે દબાણ ન કરી શકાય. પતિ પોતાની પત્ની પર પોતાની મરજી ન ચલાવી શકે. તાજેતરમાં જ એક ગુનાહિત કેસની સુનવણી દરમિયાન અદાલતે આ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક કેસની સુનવણી દરમિયાન એ નિર્ણય આપ્યો છે કે, પતિ પોતાની પત્નીને પોતાની સાથે જબરદસ્તીથી રહેવાનું દબાણ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આ નિર્ણય એક ગુનાહિત કેસની સુનવણી દરમિયાન આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્ની કોઈની પણ જાયદાદ કે વસ્તુ નથી કે તેના પર દબાણ કરી શકાય કે તે તમારી સાથે જબરદસ્તી રહે.

સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય સંભળાવતાં જણાવ્યું છે કે, “પત્નીની ઈચ્છા વગર પતિ તેની પોતાની પત્ની પર કોઈપણ જાતનું દબાણ ન કરી શકે.” આ નિર્ણય મહિલાઓ માટે બહુ સારા સમાચાર છે. કારણકે આજે પણ ઘણી મહિલાઓએ પોતાની ઈચ્છા વગર પતિ સાથે રહેવું પડે છે.

ત દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં એક મહિલાએ તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. પત્નીએ તેના પતિ વિરૂદ્ધ ક્રૂરતાનો આરોપ મૂક્યો હતો. પત્ની પર ક્રૂરતાનો આરોપ મૂકતાં ગુનાહિત કેસની સુનવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ બાબતે મહિલાએ કહ્યું છે કે, તેનો પતિ તેની સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ તે પતિ સાથે રહેવા નથી ઈચ્છતી.

આ કેસની સુનવણી ન્યાયાધીશ મદન બી લોકુર અને દીપક ગુપ્તા કરી રહ્યા હતા. આ બંને જજોની પીઠે આ નિર્ણય આપ્યો છે કે, “કોઈપણ પતિ તેની પત્નીને પોતાની સાથે જબરદસ્તી રહેવાનું ન કહી શકે.” આ બાબતે પત્નીએ પતિ પર આરોપ મૂક્યો હતો કે, પતિ તેના પર ક્રૂરતા કરતો હતો. તેની સાથે જબરદસ્તી રહેવા માટે દબાણ કરતો હતો. પત્નીની દલીલ હતી કે, પતિ ઈચ્છતો હતો કે, પત્ની તેની સાથે રહે, પરંતુ પત્ની તેની સાથે રહેવા ઈચ્છતી નથી.

આ બાબતે સુનવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે પતિને પોતાની પત્નીને પોતાની વ્યક્તિગત સંપત્તિ ન માનવા કહ્યું. કોઈપણ પતિ તેની પત્નીને પોતાની સાથે રહેવા માટે મજબૂર ન કરી શકે. તમે તેની સાથે રહેવા ઈચ્છી શકો છો, પરંતુ તમે એમ ન કહી શકો કે, તે પણ તમારી સાથે જ રહેશે. કારણકે તમારી પત્ની ન ઈચ્છતી હોય તો તે તમારી સાથે નહીં રહે.

અદાલતની બેન્ચે આ કેસની સુનવણી કરતી વખતે પતિના વકીલને બેજવાબદાર કહ્યો. સર્વોચ્ચ અદાલતના પરિના વકીલે કહ્યું કે, “તમે આટલા બેજવાબદાર કેવી રીતે બની શકો? જો કોઈ વ્યક્તિ કોઈને પોતાની સંપત્તિ માની રહ્યું હોય તો આ કેવી રીતે યોગ્ય હોઈ શકે છે?”

આ નિર્ણયની આગામી સુનવણી 8 ઑગષ્ટે થશે. ત્યાં સુધી આ નિર્ણય આ મહિલાની સાથે-સાથે આખા દેશની મહિલાઓ માટે એક સારા સમાચાર લાવ્યો છે. જેના આધારે કોઈપણ પત્ની તેના પતિ સાથે રહેવું કે ન રહેવું તેનો નિર્ણય કરી શકે છે.

Download Our B K News Today App



Related News