અમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળમાં ગોળીબાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 14:17:06
  • Views : 502
  • Modified Date : 2019-04-28 14:17:06

અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થનાસ્થળ પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક વૃદ્ધાનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે 19 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર સંવેદના વ્યક્ત કરી કહ્યું કે અમે યહૂદી વિરોધી વિચારધારાને હરાવવી જોઈએ. આખું અમેરિકા યહૂદીઓની સાથે છે. છ મહિના પહેલાં પણ એક હુમલાખોરે પીટ્સબર્ગના ટ્રી ઓપ લાઈફ પ્રાર્થનાસ્થળ પર 11 લોકોની હત્યા કરી હતી. અમેરિકામાં યહૂદીઓ પર તે સૌથી મોટો હુમલો હતો. સેનડિએગો કાઉન્ટીના બિલ ગોરના જણાવ્યા મુજબ, ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ મહિલાએ જીવ ગુમાવ્યો છે, બાકીના ત્રણની સ્થિતિ સ્થિર છે. જેમાં એક બાળકી, યહૂદી ધર્મગુરુ અને એક યુવક સામેલ છે. હુમલાખોરની સોશિયલ મીડિયા એકાઉન્ટથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેને ફાયરિંગના અડધા કલાક પહેલાં જ એક લેટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 

Download Our B K News Today App



Related News