સોના, ચાંદીના ભાવ સ્થિર, આજે આટલા રહ્યાં ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 15:15:41
  • Views : 483
  • Modified Date : 2023-03-02 15:15:41

હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. જેમાં આજરોજ ગુરૂવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 56,950 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,390 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 42,710 રૂપિયા છે.જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 65,500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 65,000 રૂપિયા છે. આજના સોનાના અને ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો નથી.

ગઈકાલે બુધવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 56,950 રૂપિયાની સપાટીએ હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,390 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 42,710 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 65,500 રૂપિયા અને ચાંદીના ઘરેણાંનો ભાવ 65,000 રૂપિયા હતો. સોના અને ચાંદીના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો હતો.

સોનાના ભાવ રાતોરાત વધવા - ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ - પાથલ , સટ્ટાખોરી , ફુગાવો - મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું તારણ પી.એન.ગાડગીલ અર્જુન ઓડે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં મોટા 40 અને નાના 310 જેટલા જ્વેલર્સ સામાન્ય દિવસોમાં સરેરાશ રૂ. 40 થી 50 કરોડનું સોનું વેચે છે.

હાલમાં લગ્નસરાની પૂરબહાર ખિલેલી મોસમમાં સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવા છતા ખરીદીને ઝાઝી અસર વર્તાઇ નથી. જેના અંતર્ગત કારણોમાં લગ્ન શુભ પ્રસંગો માટે સોનું ખરીદવાનું જે તે પરિવારોનું ચોક્કસ બજેટ હોય છે. એવા પરિવારો સોનાનો ભાવ વધતા 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદતા હોવાનો ટ્રેન્ડ જારી રહ્યો હોવાનું જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News