જર્મન ચાન્સલર એંજલા માર્કેલ 31 ઓક્ટોબરે ભારત આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 18:25:17
  • Views : 428
  • Modified Date : 2019-10-23 18:25:17

જર્મન ચાન્સલર એંજલા માર્કેલ ભારત આવશે. સમાચાર એજન્સી અનુસાર એંજલા માર્કેલ 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે ભારતની મુલાકાતે રહેશે. આ અગાઉ તેમણે જુન મહીનામાં G20 સમ્મેલનમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.G20 સમ્મેલનમાં બંન્ને નેતાઓએ ભારત-જર્મનીના સંબંધો મજબૂત બનાવવા અને આર્ટિફિસિયલ ઈન્ટિલેજન્સ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. બંન્ને નેતાઓએ G20 સમ્મેલનથી ઈતર મુલાકાત કરી હતી. જાપાનના ઓસાકામાં G20 સમ્મેલનમાં બંન્ને નેતાઓ પહોંચ્યા હતા. એંજલા માર્કેલ 2005થી જર્મનીની ચાંસલક છે.મીટિંગ બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ચાંસલર એંજલા માર્કેલ સાથે વિસ્તૃત ચર્ચા થઈ. ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરના ક્ષેત્રમાં જર્મની સાથે કામ કરવાને લઈને ઘણી શક્યતાઓ છે તેમજ સાંસ્કૃતિક સહયોગ વધારવાનો પણ એક મહત્વનો મુદ્દો છે.

Download Our B K News Today App



Related News