ડીસાના દશાણાવાસ ખાતેથી ખેતીની આડમાં વાવેતર કરેલ ગાંજા ના છોડ ઝડપાયા......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-11 15:27:28
  • Views : 483
  • Modified Date : 2023-03-11 15:27:28

ડીસામાં વધુ એક વાર ગાંજાની ખેતી થતી હોવાનું બહાર આવ્યું છે. જેમાં દશાણાવાસ ગામે ખેતરમાંથી 25.250 કિલો જેટલા ગાંજા ના છોડ સાથે એક શખ્સ ની અટકાયત કરી છે તેમજ 2.51 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

ડીસા તાલુકાના દસાણાવાસ ગામેથી ગાંજાની ખેતી કરતા શખ્સની પોલીસે અટકાયત કરી છે.SOG ની ટીમ રાત્રિના સમયે ઝેરડા ગામે થયેલ હત્યા ના આરોપીઓની શોધખોળ માં હતી તે સમયે દસાણાવાસ ગામ પાસે એક ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું માહિતી મળી હતી. જેથી ટીમે તપાસ કરતા દેવાજી ઉર્ફે દેવુસિંહ ચતુરજી ઠાકોરના ખેતરમાં ગાંજાના છોડ નું વાવેતર થયું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં જઇ તપાસ કરતા ખેતરમાં થી 1410 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેથી પોલીસે ખેતર માલિક દેવાજી ઠાકોરની અટકાયત કરી હતી

SOG ની ટીમે ખેતરમાં વાવેલા 25.250 કિલોગ્રામ ગાંજાના છોડના જથ્થા સાથે કુલ 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપીની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે .

Download Our B K News Today App



Related News