આ શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 19:33:39
  • Views : 501
  • Modified Date : 2019-05-03 19:33:39

ગપ્પા મારવા કે ફેંકવું અમુક લોકો માટે ગમતું કામ છે. આપણી આસપાસ નજર કરશો તો તમને અનેક આવા 'ગપ્પુડીઓ' મળી જશે. પરંતુ ફિલાપાઇન્સના એક શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં કોઈ આવું કરતા પકડાશે તો તેને દંડ પણ ભરવો પડશે. હવે જરા વિચારો, ભારતમાં આવું થાય તો શું થાય?ફિલિપાઇન્સની રાજધાની મનાલીથી ત્રણ કલાકની મુસાફરીના અંતરે આવેલા બિનાલોનન શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ આવું કરતા પકડાશે તો તેણે ભાર દંડ ભરવો પડશે. આ કાયદો બિનાલોનનના મેયર રેમન ગુઇકોએ બનાવ્યો છે. રેમનનું માનવું છે કે ગરમીઓની દિવસોમાં લોકો જ્યારે વૃક્ષો નીચે બીજાના અફેર અને પૈસાની વાતો કરે છે ત્યારે સૌથી વધારે અફવા ફેલાતી હોય છે.રેમને ગાર્ડિયન સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "ગોસિપ/ગપ્પા/અફવા અનેક પ્રકારની હોય છે. પરંતુ અહીં સૌથી વધારે અફવા સંપત્તિ વિવાદ, પૈસા, સંબંધ અને આ પ્રકારના વિષયોને લઈને ફેલાતી હોય છે."જો ફિલિપાઇન્સના આ શહેરમાં કોઈ ગપ્પા મારતા પકડાશે તો પ્રથમ વખત 200 પેસોસનો દંડ (આશરે 725 રૂપિયા) અને ત્રણ કલાક સુધી જાહેર સેવા (કચરો ઉઠાવવાનું કામ)ની સજા આપવામાંઆવશે. જો બીજી વખત આવું કરશો તો દંડની રકમ રૂ. 1357 થશે અને આઠ કલાક સુધી કચરો ઉઠાવવાનું કામ કરવું પડશે.

Download Our B K News Today App



Related News