જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયું ફાયરિંગ, ચાલુ વક્તવ્ય દરમિયાન ગોળી મારવામાં આવતા ઢળી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 10:44:50
  • Views : 299
  • Modified Date : 2022-07-08 10:44:50


જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયું ફાયરિંગ, ચાલુ વક્તવ્ય દરમિયાન ગોળી મારવામાં આવતા ઢળી પડ્યા


જપાન પૂર્વવડાપ્રધાન શિન્ઝો આબે પર નારા શહેરમાં થયો હુમલો 


જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે ર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આબેનું લોહી ખૂબ જ હોવાથી તેમની હાલત ગંભીર છે. 


ભાષણ દરમિયાન અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી નીકળ્યું 


શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોને કોઈ મતલબ ન હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.


હુમલા બાદ કેટલાક વીડિયો સામે આવી રહ્યાં છે  


આ હુમલા બાદના કેટલાક વીડિયો પણ હવે સામે આવી રહ્યા છે. આમાં ત્યાં નાસભાગની સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે.શિન્ઝો આબેએ 2020માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે આ કર્યું. તે લાંબા સમયથી બીમાર હતા. જપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે ડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર છે.  


 


Download Our B K News Today App



Related News