ગુજરાતના પુર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-21 14:29:24
  • Views : 475
  • Modified Date : 2023-02-21 14:29:24

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન થયું છે. ઓપી કોહલીની પ્રપૌત્રીએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ રાજ્યપાલના નિધનની જાણકારી આપી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વિટ કરીને ઓપી કોહલીને શ્રદ્ધાંજલિ આપી. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

રાજકારણમાં ઓપી કોહલી તરીકે વધુ જાણીતા થયેલા પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ઈમરજન્સી દરમિયાન જેલવાસ પણ ભોગવેલો. તેમણે 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી. કોહલીએ હિન્દીમાં રાષ્ટ્રીય સુરક્ષા કે મોરચે પર’, ‘શિક્ષાનીતિઅને ભક્તિકાલ કે સંતો કી સામાજિક ચેતનાનામનાં ત્રણ પુસ્તક લખ્યાં હતા.

ઓમપ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935નાં રોજ થયો હતો. તેમણે વાંચનનો ઘણો શોખ હતો. તેમણે કમલા બેનીવાલનો કાર્યકાળ પૂર્ણ થયાં બાદ ગુજરાતના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. ઓપી કોહલીએ રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હી ખાતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો.

ઓપી કોહલી વર્ષ 1999થી 2000 સુધી ભાજપના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994થી 2000 સુધી રાજ્યસભાના સાંસદ હતા. દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન અને એબીવીપીના પ્રમુખ પણ રહી ચુક્યા હતા. 8 સપ્ટેમ્બર 2016થી 19 જાન્યુઆરી 2018 સુધી તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળ્યો હતો. આ ઉપરાંત ઓપી કોહલીએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી

Download Our B K News Today App



Related News