અમેરિકામાં રેકોર્ડ ડેથ, એક દિવસમાં 2957 લોકોનાં મૃત્યુ; ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડનું સંક્રમણથી નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 12:07:12
  • Views : 394
  • Modified Date : 2020-12-03 12:10:09

    વિશ્વમાં અત્યારસુધીમાં 6.48 કરોડથી વધુ સંક્રમિત, 14.98 લાખ લોકોનાં મોત થયાં છે, 4.49 કરોડ સ્વસ્થઅમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.43 કરોડથી વધુ, અત્યારસુધીમાં 2.79 લાખ લોકોએ જીવ ગુમાવ્યાવિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.48 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 49 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 14 લાખ 98 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકામાં એપ્રિલ પછી વધુ એક વખત એક દિવસમાં 2957 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.


    ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિઅસ્ટેંગનું સંક્રમણથી નિધન થઈ ગયું છે. તેઓ 94 વર્ષના હતા. ઈન્ટરપોલે તમામ દેશોને ચેતવણી આપી છે, એમાં નકલી વેક્સિનથી પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિએસ્ટેંગનું કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી નિધન થયું છે. 94 વર્ષના વેલેરી યુરોપીય દેશોને એક કરવા માટે જાણીતા છે.અમેરિકામાં બુધવારે સંક્રમણથી 2 હજાર 957 લોકોનાં મોત થયાં છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, એ 15 એપ્રિલ પછી એક જ દિવસમાં થનારાં સૌથી વધુ મૃત્યુ છે. 15 એપ્રિલે એક દિવસમાં કુલ 2 હજાર 607 લોકોનાં મોત થયાં હતાં.

અમેરિકામાં બુધવારે સંક્રમણથી 2 હજાર 957 લોકોનાં મોત થયાં છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, એ 15 એપ્રિલ પછી એક જ દિવસમાં થનારાં સૌથી વધુ મૃત્યુ છે. 15 એપ્રિલે એક દિવસમાં કુલ 2 હજાર 607 લોકોનાં મોત થયાં હતાં.

ઈન્ટરપોલે બુધવારે રાતે એક ગ્લોબલ એલર્ટ બહાર પાડ્યું છે. એમાં તમામ દેશોને કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના સમયમાં કેટલાક લોકો સંગઠિત અપરાધમાં સામેલ થઈ રહ્યા છે અને તેઓ નકલી કોરોના વેક્સિન સપ્લાઈ કરી શકે છે. પેરિસ મુખ્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એજન્સીએ કહ્યું હતું કે તેણે આ અંગે 194 દેશને એલર્ટ કર્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે લોકો સુધી નકલી વેક્સિન ન પહોંચે એની તકેદારી રાખવામાં આવે.


બ્રાઝિલ કોવિડ-19ને રોકવા માટે કોવિડ વેક્સિનના ઈમર્જન્સી યુઝને મંજૂરી આપે તેવી શકયતા છે. દેશના હેલ્થ રેગ્યુલેટર અનવિસાએ બુધવારે આ માહિતી આપી છે. અનવિસાએ કહ્યું હતું કે તે આ અંગે તમામ સરકારી એજન્સીઓ અને હેલ્થ મિનિસ્ટ્રીના સંપર્કમાં છે. એજન્સીએ કહ્યું હતું- અમે હાલ તમામ કેસ પર નજર રાખી રહ્યા છે અને અમારા ત્યાં વેક્સિનની ટ્રાયલ્સ પણ અંતિમ તબક્કામાં છે. જોકે અમારી પાસે અત્યારસુધીમાં અપ્રૂવલની કોઈ અરજી આવી નથી.

અમેરિકા14,313,876279,8638,462,336
ભારત9,533,471138,6578,970,104
બ્રાઝિલ6,436,650174,5315,698,353
રશિયા2,347,40141,0531,830,349
ફ્રાન્સ2,244,63553,816165,563
સ્પેન1,682,53345,784ઉપલબ્ધ નથી
યુકે1,659,25659,699ઉપલબ્ધ નથી
ઈટાલી1,641,61057,045823,335
આર્જેન્ટીના1,440,10339,1561,268,358
કોલંબિયા1,334,08937,1171,225,635

    એસ્ટ્રાજેનેકા, જોહન્સન એન્ડ જોહન્સન, ફાઈઝર અને સાઈનોવેક કંપનીઓ બ્રાઝિલમાં ફેઝ-3 ટ્રાયલ્સ કરી રહી છે. આ દરમિયાન બ્રાઝિલની હેલ્થ મિનિસ્ટ્રીએ પણ કહ્યું છે કે તેઓ વેક્સિનેશન માટે સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યા છે. એ સૌથી પહેલા હેલ્થ વર્કર અને 75 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.



Download Our B K News Today App



Related News