વિદેશમાં સ્થાયી થવા મામલે ભારતીયો સૌથી આગળ, દુનિયાભરમાં 1.75 કરોડ માઇગ્રન્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 15:35:51
  • Views : 451
  • Modified Date : 2019-09-20 15:35:51

નોકરી, ઉદ્યોગ, વ્યાપાર જેવા કારણોથી પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેતા મૂળ ભારતીયોની વસતી વિશ્વમાં સૌથી વધુ છે. યુએનના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં જન્મેલા 1.75 કરોડ લોકો જુદા-જુદા દેશોમાં રહે છે. 2019માં ભારત 1.75 કરોડ માઇગ્રન્ટની વસતી સાથે આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ્સ બાબતે ટોચ પર પહોંચી ગયું છે. યુએનના રિપોર્ટ ‘ધ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ સ્ટોક 2019’માં જણાવાયું છે કે વિશ્વભરમાં માઇગ્રન્ટ્સની સંખ્યા અંદાજે 27.2 કરોડ થઇ ચૂકી છે. આ રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ્સની ઉંમર, જાતિ અને મૂળ દેશ તથા અને દુનિયાના તમામ ભાગોના આધાર પર સંખ્યા જણાવાઇ છે. કુલ માઇગ્રન્ટ્સની સંખ્યા વિશ્વની હાલની વસતીના 3.5 ટકા છે, જે વર્ષ 2000માં 2.8 ટકા હતી. યુએનના કહેવા મુજબ, વિશ્વના અડધોઅડધ માઇગ્રન્ટ્સ માત્ર 10 દેશમાં રહે છે.દેશમાં ગયા વર્ષ કરતાં 1 લાખ ઓછા માઇગ્રન્ટ આવ્યા. ભારતે 2019માં 51 લાખ આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટને દેશમાં જગ્યા આપી. જોકે, આ આંકડો 2015ના 51 લાખના આંકડાથી ઓછો છે. આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ્સને પોતાને ત્યાં જગ્યા આપનારા દેશોમાં યુરોપ અને ઉત્તર અમેરિકા સૌથી ઉપર છે. રિપોર્ટ મુજબ, 2019માં યુરોપમાં 8.2 કરોડ અને ઉત્તર અમેરિકામાં 5.9 કરોડ માઇગ્રન્ટ રહે છે. 2010ની સરખામણીએ 2019માં માઇગ્રન્ટ્સની સંખ્યા 5.1કરોડ થઇ ચૂકી છે.

Download Our B K News Today App



Related News