ચીનના કન્સ્ટ્રક્શન સાઈટ પર લાગેલી આગમાં પાંચના મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-05 17:21:21
  • Views : 289
  • Modified Date : 2022-12-05 17:21:21

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતના શુઝોઉ શહેરમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર લાગેલી આગમાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતાં અને બે અન્ય ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.
આ ઘટના ગઈકાલે સાંજે ૪.૫૦ વાગ્યાની આસપાસ બની હતી. બચાવ ટીમોએ લગભગ સાડા પાંચ કલાક પછી આગમાં ફસાયેલા તમામ સાત લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન પાંચ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય દાઝી જવાથી ઈજાઓ પહોંચી હતી. ઝુઝોઉની મ્યુનિસિપાલિટીએ અકસ્માતની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી છે.

Download Our B K News Today App



Related News