વિશ્વમાં એકઝિટ પોલની શરુઆત........

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 13:46:14
  • Views : 533
  • Modified Date : 2019-05-21 13:47:35

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીના પરીણામ પહેલાના એકઝિટ પોલ લોકપ્રિય થઇ રહયા છે.  એકઝિટ પોલ ઘણી વાર સાચા પડતા નથી છતાં વાસ્તવિક પરીણામ આવે ત્યાં સુધી ચર્ચા ખૂબ જગાવે છે. પરીણામોની આતૂરતા ધરાવતા લોકો એકઝિટ પોલને પણ રસથી જુએ છે. એકઝિટ એટલે બહાર અને પોલ એટલે ચૂંટણી. મતદાનની બહાર લોકો જે કાંઇ અભિપ્રાય આપે તેના દ્વારા જે તારણ નકકી થાય તે એકઝિટ પોલ છે. જયારે વિવિધ ચરણમાં મતદાન હોય તેના ડેટા એકત્ર કરીને તારણ કાઢવામાં આવે છે.એકઝિટ પોલની વિશ્વમાં પ્રથમ શરુઆત ૧૫ ફેબુ્આરી ૧૯૬૭ના રોજ નેધરલેન્ડના સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વોન ડેમે લોકોને પોતાની પસંદગી પુછી જે એકઝિટ પોલ કર્યો જેમાં તેમના તારણ મુજબનું જ પરીણામ આવ્યું હતું. જેમાં કેથોલિક પિપલ્સ પાર્ટી ૧૫૦માંથી ૪૨ બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બની હતી. ચાર રાજકિય પાર્ટીઓએ ભેગા થઇને ગઢબંધન સરકાર બનાવી હતી.  કોઇ એક પક્ષને સંપૂર્ણ બહુમતી નહી મળે એવી આગાહી એ સમયના એકઝિટ પોલમાં કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News