પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ગરીબો માટે ઘર બનાવી રહ્યા છે, અંગત સંપત્તિ વેચીને પણ લોકોની મદદ કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 14:25:55
  • Views : 501
  • Modified Date : 2019-10-07 14:25:55

1977થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહેનાર જિમી કાર્ટર મંગળવારે 95 વર્ષના થયા. આ પ્રસંગે તેમણે પોતાના જ્યોર્જિયા સ્થિત ઘર પર કોઈ આયોજન કર્યું ન હતું. જિમી આ ઉંમરે પણ થાક્યા વગર ગરીબોની જિંદગી સરળ બનાવવા માટે કામ કરે છે. તે અને તેમની પત્ની રોસલીન અમેરિકા, એશિયા અને આફ્રિકા સહિત ઘણા દેશોમાં છેલ્લા 36 વર્ષોથી હજારો ગરીબોને ઘર અપાવી ચૂક્યા છે. કાર્ટર પોતાના જન્મદિવસના ભાગ રૂપે આવતાં આઠવાડિયે નેશવિલેમાં માનવતા માટે એક કાર્યક્રમમાં સામેલ થશે.1 ઓક્ટોબર, 1924ના જન્મેલ કાર્ટર આજે અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમરના જીવિત રાષ્ટ્રપતિ છે. તેમની પહેલાં જોર્જ એચ. ડબ્લ્યુ. બુશના નામે આ રેકોર્ડ હતો. બુશનું ગયા વર્ષે નવેમ્બરમાં 94 વર્ષ 171 દિવસની ઉંમરે મૃત્યુ થઇ ગયું હતું. કાર્ટરે આ વર્ષે માર્ચમાં જ બુશનો રેકોર્ડ તોડી દીધો હતો.ગામમાં ફિઝિશિયન ન હતો, જિમીએ ક્લિનિક ખોલાવ્યું.નોબેલ પુરસ્કાર મેળવનાર અમુક અમેરિકી રાષ્ટ્રપતિઓમાં સામેલ કાર્ટરે હાલમાં જ એક નાના ગામમાં એક નવું હેલ્થ ક્લિનિક શરૂ કર્યું હતું. કારણકે શહેરમાં ઘણા મહિનાથી કોઈ ફિઝિશિયન ન હતો. આટલું જ નહીં તેમણે પોતાના હોમ ટાઉનના અડધા લોકો માટે વીજળી ઉપલબદ્ધ કરાવવા માટે પોતાની અંગત સંપત્તિને પણ સોલર વીજળી ઘર બનાવવા માટે આપી દીધી.કાર્ટર દુનિયામાં પોતાના પ્રભાવથી ગરીબોના કામ કરાવે છે.કાર્ટરને 2016માં ચોથા સ્ટેજનું કેન્સર થઇ ગયું હતું. સારવાર દરમ્યાન પણ તેઓ જરૂરિયાતમંદ લોકોના ઘર બનાવવાના કામમાં વ્યસ્ત રહેતા હતા. જોકે, હાલ તો તેમની બીમારી એકદમ ઠીક થઇ ગઈ છે. કાર્ટર સેન્ટરના એક પ્રવક્તાએ જણાવ્યું કે કાર્ટર દુનિયામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ગરીબો માટે કામ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી લાખો લોકોને ઘર બનાવવામાં મદદ કરી ચૂક્યા છે.

Download Our B K News Today App



Related News