ઇયુના રાજ્યો ઊર્જા કટોકટીને કાબૂમાં લેવા ગેસના ભાવને મર્યાદિત કરવા સંમત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 12:23:08
  • Views : 463
  • Modified Date : 2022-12-21 12:23:08

યુરોપિયન યુનિયન (ઇયુ)ના સભ્ય રાષ્ટ્રો ઊર્જા પુરવઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે બ્લોકમાં કુદરતી ગેસની કિંમતોને 180 યુરો (191 અમેરિકન ડોલર) પ્રતિ મેગાવોટ (એમડબ્લ્યુએચ) સુધી મર્યાદિત રાખવા સંમત થયા છે. યુરોપિયન યુનિયનના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.
ચેક રિપબ્લિકના ઉદ્યોગ અને વેપારના પ્રભારી પ્રધાન અને યુરોપિયન યુનિયનના ઊર્જા પ્રધાનોની બેઠકોની અધ્યક્ષતા કરતા જોસેફ સિકેલાએ જણાવ્યું હતું કે, અમે ગેસ માટેની પ્રાઇસ કેપ પર ખૂબ જ મહત્વપૂર્ણ કરાર પર પહોંચવામાં સફળ રહ્યા છીએ. યુરોપ પાસે આ રીતે આગામી શિયાળાની તૈયારી કરવા અને નાગરિકો અને વ્યવસાયોને વધુ પડતા ભાવની વધઘટથી બચાવવા માટેનાં પગલાંનું પેકેજ હશે.

યુરોપિયન એનર્જી કમિશનર કાદરી સિમ્સને ટિપ્પણી કરી હતી કે, મંત્રીઓએ બજાર સુધારણા મિકેનિઝમ્સ પર (યુરોપિયન) કમિશનની દરખાસ્ત પર એક સમજૂતિ પર પહોંચીને ઊર્જા કટોકટીનો જવાબ આપવા માટે વધુ એક સાહસિક પગલું ભર્યું હતું. જો યુરોપમાં જથ્થાબંધ ગેસના ભાવો માટેના મુખ્ય બેન્ચમાર્ક ડચ ટાઇટલ ટ્રાન્સફર ફેસિલિટી (ટીટીએફ) પર મહિનાની ફોરવર્ડ પ્રાઇસ ત્રણ કામકાજના દિવસો માટે 180 યુરો પ્રતિ મેગાવોટથી વધુ હોય અને જો મહિનાના ફોરવર્ડ ટીટીએફનો ભાવ આ જ ત્રણ કામકાજના દિવસો માટે વૈશ્વિક બજારોમાં લિક્વિફાઇડ નેચરલ ગેસના સંદર્ભ ભાવથી વધી જાય તો માર્કેટ કરેક્શન મિકેનિઝમ આપમેળે સક્રિય થઈ જશે


Download Our B K News Today App



Related News