ઇંગ્લેન્ડનું દંપતી ફર્નિચર આકારમાં છોડ ઉગાડે છે, અત્યાર સુધી 250 ખુરશી અને 50 ટેબલ બનાવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 13:03:02
  • Views : 544
  • Modified Date : 2019-09-25 13:03:02

ઇંગ્લેન્ડનું દંપતી ફર્નિચર આકારમાં છોડ વાવે છે. ગેવિન અને એલિસ પોતાના આ ટેલેન્ટથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમણે અત્યાર સુધી કુલ 250 ખુરશી અને 50 ટેબલ બનાવ્યા છે. આ રીતે ફર્નિચર તૈયાર કરવામાં લાકડાંને ઓછું છોલવું પડે છે. આ રીત પાછળ દંપતીની હેતુ છે કે, 50 વર્ષ જૂનાં વૃક્ષને કાપીને ફર્નિચર બનાવ્યા કરતાં તેને ફર્નિચર આકારમાં જ ઉગાડવામાં આવે.ગેવિને કહ્યું કે, આ ફર્નિચર 3ડી પેન્ટિંગની જેમ છે. તેને અલગ-અલગ આકાર આપવામાં આવે છે. હું જ્યારે નાનો હતો ત્યારે મેં બોન્સાઈનો છોડ ખુરશીના આકારમાં ઉગેલો જોયો. બસ તે જોઈને મને આ રીતે છોડ વાવવાનો આઈડિયા આવ્યો હતો. ગેવિને આ પ્રયોગની શરૂઆત વર્ષ 2006માં કરી હતી. તેણે પ્રથમ ઘરની જમીન પર બે ખુરશી વાવી હતી. વર્ષ 2012માં એલિસ સાથે લગ્ન કર્યા પછી બંનેએ મળીને કંપની ખોલી. એક વર્ષે તેમણે મહેનતે વાવેલા છોડને ગાય ખાઈ ગઈ હતી.આ રીતે ખુરશી બનાવવા બાબતે ગેવિને કહ્યું કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. છોડની ડાળીને તેના ગ્રોથની ઊંધી દિશામાં વાળવી પડે છે. હવે અમે ફર્નિચર જેવો આકાર આપવામાં માહેર થઈ ગયા છીએ. આ રીતે તૈયાર થતી ખુરશીની કિંમત 8 લાખ રૂપિયા અને ટેબલની કિંમત 11 લાખ રૂપિયા હોય છે.આ એક ખુરશીને તૈયાર થતા 6-9 મહિનાનો સમય લાગે છે. જોકે, આ રીતે ખુરશી તૈયાર કરવાની રીત કોઈ આજકાલની નથી પણ પ્રાચીન સમયમાં રોમન, ચીની અને જાપાની લોકો પણ અલગ-અલગ આકારના છોડમાંથી ફર્નિચર બનાવતા હતા. આ દંપતી ભવિષ્યમાં પોતાનું એક ફાર્મ ખરીદવા ઈચ્છે છે અને દુનિયાભરમાં પોતાની આ કલા ફેલાવવા માગે છે.

Download Our B K News Today App



Related News