અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: અત્યાર સુધીમાં 950 લોકોના થયા મોત, 600થી વધારે ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 16:00:47
  • Views : 303
  • Modified Date : 2022-06-22 16:00:47

અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: અત્યાર સુધીમાં 950 લોકોના થયા મોત, 600થી વધારે ઘાયલ

ભૂકંપે અફઘાનિસ્તાને ભયંકર તબાહી મચાવી છે. મોડી રાતે આવેલા ભૂકંપમાં લગભગ 950 જણાના મોત થયા હોવાની વાત કહેવાય છે અને 610 લોકો ઘાયલ છે. આ દાવો ડિજાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર મૌલવી શરફુદ્દીને કર્યો છે. આ અગાઉ 255 લોકો માર્યા ગયા હોવાની વાત કહેવામાં આવી હતી. 

ભૂકંપના આ ઝટકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 950 લોકોના મોત થઈ ગયા છે. તો વળી 610 લોકો ઘાયલ પણ થયા છે. આ ભૂકંપ પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં પણ અનુભવાયા આંચકા

એક રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા પાકિસ્તનના ઈસ્લામાબાદ સહિત બાકીના શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ ઝટકા અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા. પણ તેના કારણે લોકોમાં ડર ફેલાતા આમ તેમ ભાગવા લાગ્યા હતા. 

આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં મોટા ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા ફેસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં અનુભવાયા હતા. 

 

Download Our B K News Today App



Related News