ઈ-સિગરેટ પર દેશમાં પ્રતિબંધ મૂકીને મોદી સરકારે જન્મદાતા ચીનને લપડાક મારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 18:00:47
  • Views : 557
  • Modified Date : 2019-09-19 18:00:47

મોદી સરકારે બુધવારે દેશમાં ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. તે મુજબ ઈ-સિગરેટની બનાવટ, આયાત, નિકાસ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રતિબંધને લાગુ કરવા માટે સરકાર તાત્કાલિક એક વટહુકમ લાવશે. જેને મંજૂરી માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર શિયાળું સત્રમાં એક બિલ સંસદમાં રજૂ કરશે.ચીનની જ કંપની ગોલ્ડ ડ્રેગને બાકીના દેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું. 2003માં ચીની ફાર્માસિસ્ટ હોન લિકે તેને બનાવી હતી, બાદમાં ચીનની જ કંપની ગોલ્ડ ડ્રેગને બાકીના દેશોમાં તેનું વેચાણ શરૂ કર્યું. ભારતમાં ઈ-સિગરેટે નાથુલા-પાસ, નેપાળ સહિત અન્ય વેપારી રસ્તાઓથી પ્રવેશ કર્યો.નિયમનું ઉલ્લંઘન કરવા બદલ જેલની પણ જોગવાઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી સચિવ પ્રીતિ સુદાને કહ્યું કે પ્રતિબંધનો પ્રથમ વાર ઉલ્લંઘન કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલની સજાની જોગવાઈ હશે. નિયમનું વાર-વાર ઉલ્લંઘન કરવા પર ત્રણ વર્ષની જેલ અથવા પાંચ લાખ રૂપિયાનો દંડ અથવા બંનેની સજા સંભળાવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આયાત, નિકાસ અને વેચાણ, ઈ-સિગરેટ અને વેપિંગ ઉત્પાદોનો સંગ્રહ કરવો તેને પણ ગુનો માનવામાં આવશે.ઈલેક્ટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ્સ(ENDS)માં સામેલ અન્ય ડિવાઈસ આ નિર્ણય ઈલેક્ટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ્સ(ENDS) પર પ્રતિબંધની માંગ થયા બાદ લેવામાં આવ્યો છે. ENDSમાં ઈ-સિગરેટ્સ, હીટ-નોટ-બર્ન ડિવાઈસિસ, વેપ, ઈ-શીશા, ઈ-નિકોટીન ફ્લેવર્ડ હુક્કા જેવા અન્ય ડિવાઈસ પણ આવે છે.કઈ રીતે કામ કરે છે ઈ-સિગરેટ્સ ઈ-સિગરેટ્સમાં તમાકું સળગે છે, પરંતુ પ્રવાહી રસાયણ ગરમ થાય છે, જે વરાળ બનીને વ્યક્તિના શરીરમાં જાય છે. સીતારમણે કહ્યું કે હાલ ભારતમાં કોઈ કંપની ઈ-સિગરેટય બનાવતી નથી, પરંતુ અહીં લગભગ 400 બ્રાન્ડ્સમાં અને 150 ફેલવર્સમાં ઈ-સિગરેટ ઉપલબ્ધ છે.ડ્રાફટ ઓર્ડિનન્સની વિવિધ પ્રકારની સજાની જોગવાઈ ડ્રાફટ ઓર્ડિનન્સના જણાવ્યા મુજબ, ઈ-સિગરેટ રાખવા પર 6 મહીનાની સજા કે 50,000 રૂપિયાનો દંડ કે બને થઈ શકે છે. જો કોઈ ઈ-સિગરેટનું પ્રોડક્શન, મેન્યુફેકચર, સેલ્સ, જાહેરાત અને ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રથમ વાર પકડાય છે તો તેને એક વર્ષની જેલ કે 1 લાખ રૂપિયાનો દંડ કે પછી બંને થઈ શકે છે. જો કોઈ બીજી વખત આ જ ગુનો કરતા પકડાય છે તો તેને ત્રણ વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ થશે.કેટલાક લોકો ઈ-સિગરેટના સમર્થનમાં હતા. જે લોકો ઈ-સિગરેટને સપોર્ટ કરી રહ્યાં હતા, તેમનું કહેવું હતું કે તે તમાકુંની સરખામણીમાં ઓછી નુકસાન દાયક છે. જોકે સરકારનું કહેવું છે કે તેનાથી તેટલું જ નુકસાન થાય છે, જેટલું સામાન્ય સિગરેટથી થાય છે. ઈ-સિગરેટમાં તમાકૂ હોતુ નથી. તેમાં વેપોરાઈઝ્ડ લિક્વિડ નિકોટિન હોય છે, જેને યુઝર્સ ઈનહેલ કરે છે.મંગળવારે સિગરેટ કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો. ઈ-સિગરેટ પર પ્રતિબંધ લાગતાની સાથે જ મંગળવારે સિગરેટ કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો. બંજાર બંધ થતા પહેલા ITCના શેર 1.8 ટકા, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાના શેર 7.8 ટકા, વીએસટી ઈન્ડસ્ટ્રીઝના શેર 1 ટકા અને ગોલ્ડન ટોબેકોનો શેર 4.5 ટકા વધીને બંધ થયો હતો.ઈ-સિગરેટ્સને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડાય છે. ઈ-સિગરેટ્સ લાઈસન્સ ન ધરાવનારી પ્રોડકટ્સ છે, જેને ગેરકાયેદસર ભારતમાં ઘુસાડવામાં આવે છે. તેને એક એવી પ્રોડક્ટના રૂપમાં વેચવામાં આવે છે, જે લોકોને સ્મોકિંગ છોડાવવામાં મદદ કરે છે. હાલ યુવાઓમાં ઈ-સિગરેટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સરકારી આંકડા મુજબ દેશમાં ઈ-સિગરેટની 460 બ્રાન્ડ છે, જેમાં 7,700થી વધુ ફલેવરની ઈ-સિગરેટ મળે છે.રાજસ્થાને મે મહિનામાં ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે ભારતમાં કેટલો મોટો ઈ-સિગરેટનો કારોબાર છે, તેનો ચોક્કસ આંકડો નથી. પરંતુ એક અનુમાન મુજબ ભારતમાં ઈ-સિગરેટનું કરોડો રૂપિયાનું બજાર બની ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે 31 મે 2019એ રાજસ્થાન સરકારે ઈ-સિગરેટના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Download Our B K News Today App



Related News