ડ્વેન જોનસન, દુનિયાનો સૌથી મોંઘા એક્ટર્સમાંનો એક : ફિટ રહેવા માટે દિવસમાં 7 વાર ભોજન લે છે

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-01 14:31:09
  • Views : 298
  • Modified Date : 2022-11-01 14:31:09

    ડ્વેન જોનસન, એક જાણીતા એક્ટર જે WWE ફાઈટર પણ રહી ચૂક્યો છે. 'ધ રોક'ના નામથી ફેમસ આ અભિનેતાને ફોર્બ્સે 2018માં વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર તરીકે દર્શાવ્યો છે. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2018માં 850 રૂપિયાથી પણ વધુ કમાણી કરી હતી. હાલના સમયમાં ધ રોકની નેટવર્થ 6500 કરોડ રૂપિયાથી પણ વધુ છે. ડ્વેન જોનસન પહેલાથી અમીર નહોતા, 2018માં તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી જણાવ્યું હતું કે જ્યારે રેસલિંગની દુનિયામાં પગ મૂક્યો ત્યારે એક મેચ માટે માત્ર 1500 રૂપિયા મળતા હતા અને આજે જોનસન એક વર્ષમાં કરોડો-અબજો રૂપિયાની કમાણી કરે છે. હાલ જોનસન ‘Make-a-wish foundation’ને 80 લાખ રૂપિયાથી વધુ દાન આપવા અને પોતાની ફિલ્મ બ્લેક એડમના કારણે ચર્ચામાં છે.

હોલિવૂડમાં ધ રોક વિશે ફેમસ છે કે તેઓ ઘર એટલા માટે ખરીદે છે જેથી તેને વેંચી શકે. હાલ તેઓ ઘણા બધા વૈભવી ઘરોના માલિક છે. અમેરિકાના ફ્લોરિડામાં એક વિલા છે, જેની કિંમત લગભગ 23 કરોડ રૂપિયા છે. વર્ષ 2012માં ધ રોકે કેલિફોર્નિયામાં પણ એક છ રૂમ વાળુ ઘર ખરીદ્યું હતું. એ સમયે તે ઘરની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા હતી.વર્ષ 2018માં આપેલા એક ઇન્ટરવ્યુમાં ડ્વેને જણાવ્યું હતું કે પોતાની પ્રોડક્શન કંપનીનું નામ 7 બક્સ એટલા માટે રાખ્યું હતું કેમ કે શરૂઆતી દિવસોમાં તેમની પાસે 7 બક્સ એટલે કે માત્ર 500 રૂપિયા હતા. આટલા ઓછા રૂપિયામાં કેલિફોર્નિયામાં આખો મહિનો સર્વાઇવ કરવું ખુબ જ મુશ્કેલ હતું. જેથઈ ડ્વેન 17 વર્ષની ઉંમરમાં કેટલાક મિત્રો સાથે મળીને ચોરી કરતા હતા. શહેરમાં આવેલા પ્રવાસીઓના પર્સ, ઘડિયાળ સહિતની મોંઘી વસ્તુઓની ચોરી કરતા હતા. આ દરમિયાન ઘણી વખત તેઓ પકડાઈ પણ ગયા અને 7થી 8 વખત જેમ પણ જવું પડ્યું હતું.ડ્વેન પાસે Ferrari LaFerrari, McLaren 650Sથી લઈને Pagani Huayra જેવી સુપરકાર્સ છે. આમાંથી Ford GT ધ રોકની સૌથી ફેવરિટ કાર છે. વધુ એક જાણવા લાયક વાત- ફોર્ડે આ મોડલની માત્ર 1000 કાર જ બનાવી છે.

 

Download Our B K News Today App



Related News