રાત્રિ દરમિયાન એફીલ ટાવરની તસ્વીર લઈ શકાતી નથી, જાણો શું છે કારણ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 18:02:47
  • Views : 765
  • Modified Date : 2019-05-04 18:05:52

એફીલ ટાવર દુનિયાની ફેમસ જગ્યાઓમાંથી એક છે. એફીલ ટાવરને જોવા માટે દુનિયામાંથી હજારો લાખો લોકો આવે છે. આ ટાવરને લઈને કેટલીક વાતો છે જે થોડા જ લોકોને ખબર હશે. આજે જાણીશું એફીલ ટાવર વિશેની અદભૂત વાત વિશે.એફિલ ટાવરને ફ્રાન્સમાં 1989માં બનાવવામાં આવ્યું હતું. તેને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મેળાના પ્રવેશ દ્વાર તરીકે રાખવામાં આવ્યું હતું. અને તેને તોડવાની યોજના પણ હતી. પરંતુ તેની સુંદરતા અને લોકપ્રિયતાના કારણે તેને ન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાનો સૌથી ક્રુર માણસ હિટલર જ્યારે પેરિસ પહોંચ્યો ત્યારે એફીલ ટાવરના લીફ્ટની કેબલો કાપવામાં આવી હતી. જેથી હિટલર એફીલ ટાવરની સૌથી ઉપરના ભાગ પર ન જઈ શકે. જણાવી દઈએ કે એફીલ ટાવર પેરિસનું સૌથી ઉંચુ સ્ટ્રક્ચર છે. તે લગભગ 81 માળ વાળી બિલ્ડીંગ બરાબરની ઉંચાઈ છે. સૌથી ઉપરના ભાગ પર ચડવા માટે 1165 સીડીઓ ચડવી પડે છે.એફીલ ટાવરનું નામ ગુસ્તવ એફીલનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. જે એક એન્જિનિયર હતા અને તેમની જ કંપનીએ એફીલ ટાવરનું નિર્માણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ગુસ્તવે અમેરિકાની પ્રખ્યાત સ્ટેચૂ ‘સ્ટેચૂ ઓફ લિબર્ટી’ નાં અમુક ભાગોનું નિર્માણ તેમની કંપની દ્વારા કરવામાં આવ્યું હતુ.રાત્રી દરમિયાન એફીલ ટાવરની તસ્વીર લેવી ગેરકાયદેસર છે. કારણ કે રાત્રે અફીલ ટાવરની તસ્વીર લેવી તે કાયદાનું ઉલ્લંઘન ગણાય છે. જો તમે તેની તસ્વીર લેવા માંગતા હોવ તો તમારે ત્યાંના સંચાલકોની પરમિશન લેવી પડશે. તેનું કારણ છે એફીલ ટાવર પર લાગેલી લાઈટોની ડિઝાઈન પર તેમના કલાકારોનો કોપીરાઈટ્સ છે. અને યુરોપમાં કોપીરાઈટ્સ વસ્તુંઓનો ફોટો લેવો તે કોપીરાઈટ્સ નિયમોનું ઉલ્લંઘન છે. તે માટે એફીલ ટાવરની રાત્રે ફોટો પાડવાની શખ્ત મનાઈ છે.

Download Our B K News Today App



Related News