મહારાષ્ટ્રમાં કુંવારાઓનો ‘દુલ્હન મોરચો’: કલેક્ટર સમક્ષ ‘અમારા લગ્ન કરાવો’ની માંગ કરી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 16:51:13
  • Views : 471
  • Modified Date : 2022-12-24 16:51:13

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં અપરણિત યુવકોએ દ્વારા સ્ત્રી-પુરુષ વિષમતાનો મુદ્દો ઉઠાવીને પોતાના માટે કન્યાની શોધ માટે દુલ્હન મોરચોકાઢવામાં આવ્યો હતો. જેમાં શહેરના કુંવારા યુવકો લગ્નનો પોશાક પહેરીને ઘોડી પર સવાર થઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આવેદન આપીને પોતાના માટે કન્યાની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી.

સોલાપુર જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં મહારાષ્ટ્રના સ્ત્રી-પુરુષના રેશિયામાં સુધારા માટે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સએક્ટનો કડકાઇથી અમલ કરવાની માંગ કરવામાં આવી છે. તેમની ફરિયાદ છે કે, ગર્ભ પરિક્ષણ અને કન્યા ભ્રૂણના કારણે આ રેશિયો સતત અસમાન થઈ રહ્યો છે.

દુલ્હન મોરચાનું આયોજન કરનારા જ્યોતિ ક્રાંતિ પરિષદના સંસ્થાપક રમેશ બારાસ્કરે જણાવ્યું કે, લોકો ભલે કુંવારા યુવકોની માર્ચને હસવામાં કાઢી નાંખે. જો કે આ કડવી સચ્ચાઈ છે કે, મહારાષ્ટ્રમાં પુરુષની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટવાના કારણે અનેક વિવાહને લાયક યુવકોને યુવતીઓ નથી મળી રહી.

વધુમાં બોરાસ્કરે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં સ્ત્રી-પુરુષનો સેક્સ રેશિયો ઘટીને 1000 યુવકોએ 889 યુવતીઓનો થઈને રહી ગયો છે. આ અસમાનતા માટે સરકાર જ જવાબદાર છે. કન્યા ભૃણ હત્યાના કારણે આ સ્થિતિ બની છે

Download Our B K News Today App



Related News