પાકિસ્તાન વિદેશી દેવામાં ડૂબાયું.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 11:19:10
  • Views : 550
  • Modified Date : 2019-05-10 11:19:10

પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંસદના સભ્યોને જાણ કરી છે કે તેમનો દેશ એટલા બધા દેવામાં ડૂબી ગયો છે કે બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, ઈમરાન ખાન સરકાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સંસદમાં પાક. સરકારે રજૂ કરેલા આંકડા મુજબ હાલ પાકિસ્તાનનું વિદેશી દેવું 88.199 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. Ary Newsના એક સમાચારમાં આ માહિતી પ્રકાશિત કરાઈ છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન વિદેશી દેવાના આંકડા રજૂ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, છેલ્લા છ નાણાકિય વર્ષમાં દેશે 26.19 બિલિયન અમેરિકન ડોલરની લોન લીધી છે, જેનું 7.32 બિલિયન ડોલરનું વ્યાજ અલગથી છે. આ કારણે છેલ્લા છ વર્ષમાં દેશનું કુલ વિદેશી દેવું 33.50 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. 

Download Our B K News Today App



Related News