દુબઇના રાજાએ પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 11:47:59
  • Views : 601
  • Modified Date : 2019-04-19 11:47:59

સંયુક્ત અરબ અમિરાત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા જ UAEના કિંગ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન UAE અરબો રૂપિયાનું રોકાણ પાકિસ્તાનમાં કરવાના કરારો પણ થયા હતા. હવે UAEએ ખુશ થઇને પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા છે.સંયુક્ત અરબ અમિરાતે ચાર સફેદ વાઘ, છ બંગાળ ટાઇગર્સ અને આઠ આફ્રિકન સિંહ સહિત કુલ 18 સિંહ-વાઘ લાહોરના પ્રાણીસંગ્રાહલયને મોકલ્યા છે. આ UAE તરફથી પાકિસ્તાનને ખુશીની ભેટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે. કુલ 18 સિંહ અને વાઘમાં ત્રણ નર અને એક માદા સફેદ સિંહ, ચાર નર અને બે માદા બંગાળ ટાઇગર્સની સાથે ચાર આફ્રિકન સિંહ પણ છે.

Download Our B K News Today App



Related News