ટ્રમ્પે કહ્યું કે,ભારતમાં પ્રદૂષણ અને સ્વચ્છતાની ભાવના નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 14:46:49
  • Views : 441
  • Modified Date : 2019-06-06 14:48:33

વિશ્વ પર્યાવરણ દિવસના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત, ચીન અને રશિયામાં પ્રદૂષણ અને સ્વચ્છતાની ભાવના નથી. તેમનું આ નિવેદન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, યુ.એસ.માં કાર્બન ઉત્સર્જનની સૌથી વધુ સંખ્યા હોવા છતાં, આ દેશમાં સરેરાશ હવા પ્રદુષણનું સ્તર ભારત, રશિયા અને ચીન કરતાં વધુ સારું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નિવેદનમાં કહ્યું કે, જો અમે પ્રદૂષણ અને સ્વચ્છતાની વાત કરીએ તો ચીન, ભારત અને રશિયા જેવા અન્ય ઘણા દેશોમાં હવા સાફ નથી, પાણી પણ વધુ સારૂ નથી, તેઓ પોતાની જવાબદારી પૂરી કરતા નથી.ટ્રમ્પે વધુમાં કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સે તેમની અંદર આબોહવા પરિવર્તનને લઇને પેશન લાવ્યા અને તેઓ પોતે પણ એવી દુનિયા ઇચ્છે છે જ્યાં આવનારી પેઢી માટે સારી હોય. ટ્રમ્પ, પ્રિન્સ ચાર્લ્સની આ વાતથી ઘણા પ્રભાવિત છે કે, તેઓ એવું વિશ્વ બનાવવા ઇચ્છે છે જે ભાવી પેઢીઓ માટે સારૂ હોય.

Download Our B K News Today App



Related News