વ્હાઈટ હાઉસથી નીકળીને શું જેલ જશે અમેરિકન ટ્રમ્પ? તેમની સામે બે સંકટ અને બે જ રસ્તા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 13:25:51
  • Views : 411
  • Modified Date : 2021-01-08 13:25:51

ગુરુવારે કેપિટલ હિલ્સમાં થયેલી હિંસામાં મોટા ભાગના લોકો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ જવાબદાર માની રહ્યા છે. ટ્રમ્પના કારણે અમેરિકાની દુનિયામાં મજાક ઉડી છે. કદાચ દુનિયામાં ધીમે ધીમે આ વાત ભુલાઈ પણ જશે, પરંતુ સવાલ એ છે કે, શું અમેરિકાના કડક કાયદા હિંસાના આરોપીને સજા આપી શકશે, અને તેનાથી પણ મોટો સવાલ એ છે કે ટ્રમ્પનું શું થશે? શું વ્હાઈટ હાઉસ પછી જેલ તેમનું નવું સરનામું બનશે? શું કાર્યકાળના બાકી 12 દિવસો એ પૂરા કરી શકશે, કે તમની પાસેથી સત્તા છીનવી લેવામાં આવશે? આવો આ બંને મહત્વના સવાલોના જવાબ શોધીએ...

    અમેરિકન બંધારણના 25માં સંધોશન પ્રમાણે રાષ્ટ્રપતિ કેબિનેટ તેમને તેમના જ પદ પરથી હટાવી શકે છે. તેમાં કેબિનેટના બહુમતની સાથે ઉપરાષ્ટ્રપતિનું સમર્થન પણ જરૂરી છે.હવે આ મુદ્દાને ટ્રમ્પના કિસ્સા સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રમ્પની કેબિનેટ ગુરુવારે તેમના ભડકાઉ ભાષણને સંસદ પર હુમલાની ઘટના માટે જવાબદારી માની રહી છે. ટ્રમ્પને હટાવવા માટે ચર્ચા જ નહીં, મીટિંગો પણ શરૂ થઈ ગઈ છે.હવે સવાલ એ છે કે, ટ્રમ્પ બાકી વધેલા 12 દિવસનો કાર્યકાળ પૂરો કરશે કે નહીં? સવાલ મુશ્કેલ છે, પરંતુ જવાબ સરળ અને સ્થિતિ આધારિત છે. અને જવાબ તે છે કે, ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો મુશ્કેલ છે. તેમની પાસેથી સત્તા છીનવી લેવી પણ મુશ્કેલ છે. તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રમ્પને વાઈસ પ્રેસિડન્ટનો મજબૂત સપોર્ટ છે અને એ પણ તે સમયે જ્યારે ગુરુવારે ટ્રમ્પને ખૂબ નિંદાનો ભોગ બનવું પડ્યું.

    ગુરુવારે થયેલી ઘટનાને પેંસે અમેરિકન ઈતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પેંસ નથી ઈચ્છતા કે ટ્રમ્પ પર મહાભિયોગ ચાલે અથવા તેમની પાસેથી સત્તા છીનવવામાં આવે. તેનું કારણ એવું છે કે, જો આવું થશે તો રિપલ્બિકન પાર્ટી ઉપર કલંક લાગશે. બીજી વાત એવી છે કે, શક્ય છે કે, ચાર વર્ષ પછી પેંસ જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બને. જો આજે તેઓ ટ્રમ્પ સામે કોઈ એક્શન લે તો શક્ય છે કે, ત્યારે તેમને ટ્રમ્પ સમર્થકોનો સામનો કરવો પડે. આમ, આ બંને કિસ્સામાં ટ્રમ્પ બચી જાય એવી શક્યતા છે.

     અમેરિકન એલર્ટ એજન્સી પાસે એ વાતના પૂરતા પુરાવા છે કે, ગુરુવારે ટ્રમ્પના ભડકાઉ ભાષણ પછી જ હિંસા ભડકી છે. કોર્નેલ લો ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડેવિડ ઓહ્યિને કહ્યું- હિંસા માટે ટ્રમ્પ જ જવાબદાર છે. તેમણે ગુનો કર્યો છે, તેમના પર કેસ ચાલવો જોઈએ. જ્યોર્જ વોશિંગ્ટન લો યુનિવર્સિટીના ડીન ફ્રેડરિક લોરેન્સે પણ આ જ કહ્યું છે. કાર્યવાહક અટૉર્ની જનરલ માઈકલ શેરવિને કહ્યું- જે જવાબદાર હશે તેમને છોડવામાં આવશે નહીં.


Download Our B K News Today App



Related News