PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-17 16:37:22
  • Views : 82
  • Modified Date : 2025-03-17 16:37:22

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખુશ થઈને કરી છે એક એવી હરકત કે જેની હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ શું છે આખી વિગત.

પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ઉપરાંત તેમણે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત રાત્રિભોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

પીએમનો પૉડકાસ્ટ

પીએમ મોદીએ તેમના પોડકાસ્ટ દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હ્યુસ્ટનમાં ટ્રમ્પ સાથે અમારો 'હાઉડી મોદી' કાર્યક્રમ હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઠા હતા અને મારું ભાષણ સાંભળી રહ્યા હતા. મેં ટ્રમ્પ સાથે આખા સ્ટેડિયમની મુલાકાત લીધી. ટ્રમ્પ સુરક્ષા અધિકારીઓને પૂછ્યા વિના મારી સાથે ચાલ્યા ગયા. અમેરિકન સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ શક્ય નહોતું. ટ્રમ્પ અમેરિકાના ફર્સ્ટ વ્યક્તિ છે અને હું ઇન્ડિયાનો. મને હંમેશા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારું લાગે છે. આ સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા અને ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર પીએમ મોદીનો પોડકાસ્ટ શેર કર્યો છે.


અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં મોદીએ તેમના બાળપણથી લઈને વૈશ્વિક રાજકારણ સુધીના વિષયો પર ખુલ્લેઆમ વાત કરી છે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને પોતે પીએમ મોદી સાથેની આ લાંબી વાતચીતને પીએમ મોદીનો એક અદ્ભુત ઇન્ટરવ્યુ ગણાવ્યો હતો.

વધુ વાંચો: 'ઔરંગઝેબની કબર પર હવે રાજનીતિ નહીં...', ટી રાજાનું વધુ એક ચોંકાવનારું નિવેદન

બરાક ઓબામાએ આપેલી ભેટ પર પીએમએ શું કહ્યું?

આ ઉપરાંત પીએમ મોદીએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત રાત્રિભોજનનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે ઓબામા પીએમ મોદીના ભોજનને લઈને ચિંતિત થઈ ગયા હતા. પીએમ મોદીએ આ વાત શેર કરતાં કહ્યું કે " મારા એક અમેરિકાના પ્રવાસ દરમિયાન હું ઉપવાસ કરી રહ્યો હતો. જેના લીધે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ચિંતા હતી કે રાત્રિભોજન કેવી રીતે યોજવું. જ્યારે મારા માટે ગરમ પાણી આવ્યું ત્યારે મેં કહ્યું કે મારું રાત્રિભોજન આવી ગયું છે. જ્યારે હું ફરીથી અમેરિકા ગયો ત્યારે ઓબામાએ કહ્યું કે તમારે ડબલ ખાવું પડશે."

Download Our B K News Today App



Related News