ડૉનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ફોન કરી આપી બધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 12:38:21
  • Views : 560
  • Modified Date : 2019-05-25 12:38:21

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બદલ વધુ એકવાર ધન્યવાદ પાઠવ્યા છે. ફોન પર બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધારે મજબુત બનાવવા માટે સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, મોદી એક મહાન નેતા અને સારાં વ્યક્તિ છે. ભારતના લોકો ભાગ્યશાળી છે. ભારત અને અમેરિકા પોતાના સંબંધોને આગળ વધારવા ઇચ્છે છે. આ અગાઉ ટ્રમ્પે ટ્વીટર પર મોદીને ધન્યવાદ આપ્યા હતા. મોદીની આગેવાનીમાં ભાજપ 303 સીટ જીતને પૂર્ણ બહુમત સાથે સત્તામાં પરત ફરી છે.ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને કહ્યું કે, મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરીને તેઓને અમેરિકા તરફથી ધન્યવાદ પાઠવ્યા છે. તેઓને ચૂંટણીમાં મહાન સફળતા મળી છે. તેઓ મારાં મિત્ર છે અને ભારત-અમેરિકા વચ્ચે સારાં સંબંધો છે. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના નેતા જાપાનના ઓસામાં યોજાનારી G-20 સમિટમાં મળશે. આ સમિટ 28 અને 29 જૂનના રોજ યોજાશે. આ દરમિયાન ભારત, અમેરિકા અને જાપાન મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને લઇને ચર્ચા કરશે.ટ્રમ્પે ગુરૂવારે પણ ટ્વીટર પર વડાપ્રધાન મોદીને ધન્યવાદ પાઠવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, મોદીના પરત ફરવાથી ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ માટે ઘણું સરળ રહેશે. હું આપણાં મહત્વના કામ યથાવત રાખવા ઇચ્છુક છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા લખ્યું – આ જીત 1.3 અબજ લોકોના દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હું પણ તમારી સાથે દ્વિપક્ષીય સંબંધો માટે કામ કરવા ઉત્સુક છું, જે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે.

Download Our B K News Today App



Related News