હવે અમેરિકામાં પણ દિવાળી : ન્યૂયોર્કમાં દિવાળીની રહેશે જાહેર રજા, મેયરે પ્રસ્તાવને આપ્યું સમર્થન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 18:15:12
  • Views : 282
  • Modified Date : 2022-10-21 18:15:12

    ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે પીટીઆઈને જણાવ્યું કે ભારતીય-અમેરિકન સમુદાયના લોકો પણ લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. આ રીતે તમામ પ્રકારના લોકો એકસાથે ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો અનુભવ કરી શકશે.ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સમગ્ર વિશ્વના દેશોમાં દેખાવા લાગ્યો છે. ખાસ કરીને અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર દિવાળીની ઉજવણી સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. અમેરિકાના જાણીતા શહેર ન્યુયોર્ક શહેરમાં હવે દિવાળીની જાહેર રજા રહેશે. ન્યૂયોર્કના મેયર (New York Mayor) એરિક એડમ્સે યુએસમાં આની જાહેરાત કરી અને કહ્યું – તે લાંબા સમયથી યોજનામાં હતું. તેમનું કહેવું છે કે આની મદદથી બાળકો પ્રકાશના આ તહેવાર વિશે શીખશે અને શહેરની સર્વસમાવેશક સંસ્કૃતિનો સંદેશ લોકોમાં ફેલાશે. ન્યૂયોર્કના મેયરે આને લગતા કાયદાને સમર્થન આપવાનું પણ નક્કી કર્યું. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષથી એટલે કે 2023 થી, ન્યુયોર્ક શહેરની તમામ જાહેર શાળાઓમાં દિવાળીની (Diwali) જાહેર રજા હશે.

ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સમગ્ર વિશ્વના દેશોમાં દેખાવા લાગ્યો છે. ખાસ કરીને અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર દિવાળીની ઉજવણી સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. અમેરિકાના જાણીતા શહેર ન્યુયોર્ક શહેરમાં હવે દિવાળીની જાહેર રજા રહેશે. ન્યૂયોર્કના મેયર (New York Mayor) એરિક એડમ્સે યુએસમાં આની જાહેરાત કરી અને કહ્યું – તે લાંબા સમયથી યોજનામાં હતું. તેમનું કહેવું છે કે આની મદદથી બાળકો પ્રકાશના આ તહેવાર વિશે શીખશે અને શહેરની સર્વસમાવેશક સંસ્કૃતિનો સંદેશ લોકોમાં ફેલાશે. ન્યૂયોર્કના મેયરે આને લગતા કાયદાને સમર્થન આપવાનું પણ નક્કી કર્યું. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષથી એટલે કે 2023 થી, ન્યુયોર્ક શહેરની તમામ જાહેર શાળાઓમાં દિવાળીની (Diwali) જાહેર રજા હશે.ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે પીટીઆઈને જણાવ્યું કે ભારતીય-અમેરિકન સમુદાયના લોકો પણ લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. આ રીતે તમામ પ્રકારના લોકો એકસાથે ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો અનુભવ કરી શકશે. સાથે મળીને ઉજવણી કરીશું અને આનંદ કરીશું. એરિકે કહ્યું, ‘આ શીખવાની તક છે. કારણ કે જ્યારે આપણે દિવાળી ઉજવીએ છીએ ત્યારે બાળકોને તેના વિશે પણ શીખવીએ છીએ. અમે તેમને પ્રકાશના તહેવાર વિશે વાત કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. તેઓ તમને શીખવે છે કે તમારા આંતરિક પ્રકાશને કેવી રીતે પ્રગટાવવો.આ પગલાને આવકારતા, ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસમાં ચૂંટાયેલા પ્રથમ દક્ષિણ એશિયન-અમેરિકન મહિલા રાજકુમારે કહ્યું કે આખરે અમારો સમય આવી ગયો છે. ન્યૂયોર્કમાં રહેતા 2 લાખથી વધુ હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈનોનો આ સમય છે જેઓ દિવાળીની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરે છે.

Download Our B K News Today App



Related News