દિવાળી સ્પેશ્યિલ: પેપર પૌંઆનો ચેવડો બનાવવા નોંધી લો એકદમ સહેલી રીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 18:28:30
  • Views : 630
  • Modified Date : 2019-10-22 18:28:30

દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમારા ઘરના નાસ્તો કંઈ અલગ હશે, તો જ મહેમાનોને ગમશે. ત્યારે દર વર્ષે એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો, તો ટ્રાય કરો પેપર પૌંઆનો ચેવડો. જોઈ લો બનાવવાની રેસિપી. બનાવવાની રીત સૌપ્રથમ પેપર પૌઆ કરકરા થાય એવા શેકી લો( પૌઆ ભાંગી નાં જાઇ તેનુ ધ્યાન રાખવું). હવે એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટલે તેમાં હિંગ, લીમડો, ઝીણા સુધરેલા લીલાં મરચા નાખો. ત્યાર બાદ તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા થોડા લાલ રંગ પર આવે એટલે તેમાં દાળિયાની દાળ નાખો. હવે શેકેલા પૌઆમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠુ, બૂરું ખાંડ અને તેલ માં તળેલું બધુ પૌઆમાં મિક્સ કરી દો. (તેલ પણ એમાં જ ઉમેરી દેવાનું છે) હવે બધુ એક્દમ બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પેપર પૌઆ નો ચેવડો

Download Our B K News Today App



Related News